Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો, 154 થી વધુના મોત

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 154 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ છે. સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થઈ છે, જ્યાં વાદળ ફાટવા અને જોરદાર પ્રવાહના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ અને માળખાકીય નુકસાન થયું છે.

સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, બુનેર જિલ્લામાં 75, મનસેહરામાં 17 અને બાજૌર અને બટાગ્રામ જિલ્લામાં 18-18 લોકોના મોત થયા છે. લોઅર ડીરમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે અને ચાર ઘાયલ થયા છે, સ્વાતમાં ચાર અને શાંગલામાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે.