Site icon Revoi.in

‘ઓક્સફેમ’ના રિપોર્ટમાં થયો ખુલાસો – કોરોના મહામારી દરમિયાન ધનિકોની મિલકતમાં 35 ટકાની વૃદ્ધી

Social Share

દિલ્હીઃ-વિતેલા વર્ષની શરુઆતથી જ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ રોદ્ધ રુપ ઘારણ કર્યુ હતું, એનકે લોકોએ જીવ ગુમાવ્યા હતા, જો કે વના વર્ષની શરુઆતમાં કોરોનાની ગતિ ઘીમી પડેલી જોવા મળી છે, ત્યારેવર્ષ 2020ના માર્ચ-એપ્રિલ મહિનાથી શરુ થયેલા કોરોનાના સમયમાં દેશના અબજોપતિઓ એટલે કે ઘનિકલોકોની સંપત્તિમાં 35 ટકા જેટલો વધારો થયો છે તેની સામે દેશના ગરીબો અને શ્રમિકોને એખ વખતના ભોજન માટે વલખા મારવા પડ્યા છે.ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફેમે રિપોર્ટ જારી કર્યો છે.

આ સમગ્ર બાબતે ઓક્સફેમના ‘ઇનઇક્વલિટી વાઇરસ’ નામના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે, આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે,વર્ષ 2020ના માર્ચ પછીના સમયગાળા દરમિયાન દેશના 100 અબજોપતિઓની સંપત્તિમાં 12 રકોડ 97 હજાર 822 રૂપિયાનો વધારો થયો છે. આ સંપૂર્ણ રકમ દેશના 13. 8 કરોડ ગરીબોમાં વહેંચવામાં જો આવે તો તેની ગણતરી પ્રમાણ દેશના દરેક ગરીબને રૂપિયા 94,045 મળી શકે . આ ટોટલ સંપત્તિનો વધારો 35 ટકા નોંધાયો છે.

રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ મહામારી વિતેલા સૌ વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ મનાઈ રહ્યું છે અને તેના કારણે 1930ની મહામાદી બાદ સૌથી મોટું આર્થિક સંકટ ઉભું થયું છે.ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે આ બાબતે કહ્યું કે, ‘આ રિપોર્ટથી સ્પષ્ટ જાણવા મળ્યું છે કે અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાથી કેવી રીતે મોટા આર્થિક સંકટના સમયે સૌથી ધનિક લોકોએ કમાણીમાં વૃદ્ધી કરી છે.

સાહિન-