Site icon Revoi.in

ઓક્સફોર્ડ ડિક્શનરીએ નવો શબ્દ બહાર પાડ્યો- કોરોનાના નિયમો ન માનનારાને ‘કોવિડિયટ’ નામ આપ્યું

Social Share

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે,કેટલાક લોકો તો કોરોનાના નિયમો પણ પાળી રહ્યા નથી, કોરોનાને લગતા દિશા નિર્દેશનું ખુલ્લેઆમ હનન કરી રહ્યા છે ત્યારે આવા લોકો માટે હવે ઓક્સફોર્ડ એડવાન્સ્ડ  લર્નર્સ ડિક્શનરીએ કોવિડિયટ નામ આપ્યું છે, કોવિડિઓટ એટલે કોવિડ + ઇડિયટને કહેવામાં આવે છે. જો કે આ નામ તેમણે સત્તાવાર રીતે જાહેર કર્યું છે જે કતેમની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાયે છે.

કોરોના મહામારીમાં અવનવા શબ્દો સામે આવ્યા

કોવિડ 19 મહામારી દરમિયાન નવા નવા શબ્દો આપણી સમક્ષ આવ્યા છે,જેમ કે સોશ્યિલ ડિસ્ટન્સ, ક્વોરોન્ટાઈન, કોન્ટેક્ટ ડ્રેસિંગ જેવા અનેક શબ્દો આ કોરોના કાળમાં આપણે સાંભળ્યા હશે, તેવી સ્થિતિમાંમ હવે ઓક્સફોર્ડ એડવાન્સ્ડ  લર્નર્સ ડિક્શનરી, ઓક્સોફોર્ડ યૂનિવર્સિટી પ્રેસનો સૌથી મોટો અંગ્રેજી ભાષાનો શબ્દકોષ છે જે ગેર દેશી લોકો માટે પ્રકાશીત કરવામાં આવે છે.

ઓક્સફોર્ડ એડવાન્સ્ડ  લર્નર્સ ડિક્શનરી 20 વર્ષથી સેવામાં

ઓક્સફોર્ડ એડવાન્સ્ડ  લર્નર્સ ડિક્શનરી છેલ્લા 20 વર્ષથી દર ત્રણ મહિને નવા શબ્દોને પોતાની યાદીમાં ઉમેરે છે,સામાન્ય રીતે માર્ચ, જુન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આ નવા શબ્દોની ઘોષણા કરે છે ત્યારે આ વર્ષ દરમિયાન તેમના દ્વારા કોવિડને લગતા અનેક શબ્દો જારી કરવામાં આવ્યા છે, ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીના સંપાદકનું કહેવું છે કે, કોરોના મહામારીને લાગતા શબ્દો ક્વોરોન્ટાઈન અને આઈસોલેશન જેવા પહેલેથી જ છે, જો કે તેનો ઉપયોગ હવે સામાન્ય બન્યો છે.

આ સાથે જ કોરોના કાળમાં કોરોનાને લગતી અનેક દવાઓના પણ અવનવા નામો સામે આવ્યા છે, ઉલ્લેખથનીય છે કે , છેલ્લા છ મહિનામાં કોરોના મહામારીને લઈને અનેક નવા શબ્દો સાઁભળ્યા છે અને હવે આ અધરા શબ્દો જાણે રોજીંદા જીવનમાં સામાન્ય રીતે સહજતાથી બોલાતા પણ થયા છે.

સાહીન-