Site icon Revoi.in

MPના યુવકે બનાવી ઓક્સિજન સિલિન્ડર વાળી ‘બાઈક એમ્બ્યૂલન્સ’– કોરોના સંકટમાં દર્દીઓ માટે મદદગાર

Social Share

ભોપાલઃ- સમગ્ર દેશમા હાલ કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે એમ્બ્યુલન્સ સેવાનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે, દર્દીઓની વધતી જતી સંખ્યાથી હવે મેડિકલ વાહનો પણ ખૂટી રહ્યા છે, ત્યારે આવી સંકટની સ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશના અઝીઝ  ખાન નામના એન્જિનિયર યુવકે એક કમાલ કર્યો છે, આ યુવકે એક એવી બાઈક એમ્બ્યૂલ્ન તાયાર કરી છે.

આ બાઈક એમ્બ્યૂલન્સ  કોરોનાકાળમાં લોકોને ખૂબ મદદગાર સાબિત થશે. ખાસ વાત તો એ છે કે આ યુવક હવે આ બાઈક એમ્બ્યૂલન્સને જીલ્લા જીલ્લાની હોસ્પિટલમાં ફ્રી માં ભેટ કરશે, જેથી કરીને જરુરીયાતમંદ લોકોને સમય સુચકતા સાથે સારવાર મળી રહે અને દર્દીઓનો જીવ બચાવી શકાય.

જાણો બાઈક એન્બ્યૂલન્સની ખાસિયતો

અઝીઝે આ બાઇક એમ્બ્યૂલન્સ ફક્ત બે જ દિવસમાં તૈયાર કરી છે. તેની વિશેષ વાત એ છે કે કોઈ પણ દર્દીને ઓક્સિજન લગાવીને  તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકે છે. દર્દીની સાથે, અન્ય વ્યક્તિને પણ સરળતાથી બાઇક એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય છે, જે દર્દી સાથે રહીને તેની સંભાળ લઈ શકે છે. તેમાં દવાઓથી લઈને 25 કિલો ઓક્સિજન સિલિન્ડરો રાખી શકાય છે. જે લોકો દર્દીને  લઇ જતા હોય છે તેઓએ ઓક્સિજન સિલિન્ડરમાં ગેસ ફરીથી ભરવો પડે છે. આ સાથે, અત્યાર સુધીમાં આઠ લોકોને આ બાઈક દ્રારા નવું જીવન મળ્યું છે.

અઝીઝ ખાનને ક્યાથી મળી પ્રેરણા જાણોઃ- વર્ષ 2006 પહેલા, તે શહેરની પોલીટેકનિક કોલેજમાં પ્રોફેસર હતો. વર્ષ 2006 માં, તેણે પોતાનો ઉદ્યોગ શરૂ કર્યો. અઝીઝ કહે છે કે સુવિધાના અભાવને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા  છે. તે સમય દરમિયાન તેમની પાસે એક એમ્બ્યુલન્સનું બિલ આવ્યું જેમાં દર્દીને લઈ જવા માટેની ફી દસ હજાર રૂપિયા હતી. આ વાત તેમના માનસપટમાં છવાી ગઈ પછી તેણે બાઇક એમ્બ્યુલન્સ બનાવવાનું વિચાર્યું. અઝીઝે પહેલા ઇન્ટરનેટ પરથી એમ્બ્યુલન્સ વિશેની માહિતી એકઠી કરી હતી. પછી એમ્બ્યુલન્સ બનાવવાનું શરૂ કર્યું.