Site icon Revoi.in

દેશના 7 રાજ્યોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડતા ડાંગરની ઉપજ ઘટવાની શક્યતા

Social Share

દિલ્હીઃ- જ્યા દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસદા વરસી રહ્યો છે અથવા તો વરસી ચૂક્યો છે ત્યા દેશના 7 રાજ્યો એવા પણ છે કે જ્યાં સરેરાશ કરતા ખૂબ ઓછા વરસાદ પડ્યો હયો, આવી સ્થિતિમાં ડાંગરના પાકની ઉપજ ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આ વખતે ચોમાસાએ છેતરપિંડી કરી. આ વર્ષે સાત રાજ્યોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. યુપીમાં 37 ટકા ઓછો વરસાદ થયો છે, જે ખરીફ પાકને અસર કરશે.એટલે કે વર્ષે 2022-23માં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે.

કૃષિ મંત્રાલયના ખરીફ ઉત્પાદનની પ્રથમ આગાહી કરતા આ વાત સામે આવી છે. આ વખતે ચોખાનું ઉત્પાદન 104.99 લાખ ટન થવાની શક્યતા સેવાઈ છે, જે ગયા વર્ષે ચોખાનું  111.76 લાખ ટન હતું.

ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ચોખાના ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. ગયા વર્ષની સરખામણીમાં ચોખાનું ઉત્પાદન લગભગ 6 લાખ ટન ઓછું રહેવાનો અંદાજ સેવાયો છે.આ સહીત ખરીફ પાકનું કુલ ઉત્પાદન 149.92 લાખ ટન થવાની ધારણા છે, જે ગયા વર્ષે 156.04 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. તે જ સમયે, આ વર્ષે મકાઈનું ઉત્પાદન 23.10 મેટ્રિક ટન થવાનું છે, જે ગયા વર્ષ કરતાં વધુ છે.