Site icon Revoi.in

પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત મશહૂર પેન્ટર લક્ષ્મણ પાઇનું નિધન

Social Share

પણજી: મશહૂર પેન્ટર અને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત લક્ષ્મણ પાઇનું નિધન થયું છે. લક્ષ્મણ પાઇએ 95 વર્ષની વયે ગોવામાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે લક્ષ્મણ પાઇના નિધન પર સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને ટ્વીટ કર્યું કે,પ્રસિદ્ધ કલાકાર પદ્મ ભૂષણ શ્રી લક્ષ્મણ પાઇના નિધનથી ખુબ જ દુઃખ થયું છે. ગોવાએ આજે એક રત્ન ગુમાવ્યો છે. કલા ક્ષેત્રે તેમનું અપાર પ્રદાન હંમેશાં યાદ રહેશે. તેના પરિવાર પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.

લક્ષ્મણ પાઇનો જન્મ 1926 માં ગોવામાં થયો હતો. તેમને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પદ્મ ભૂષણ,પદ્મ શ્રી,નહેરુ એવોર્ડ અને લલિત કલા એકેડેમી એવોર્ડ પણ સામેલ છે.

-દેવાંશી