Site icon Revoi.in

દેશમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા 34ને પદ્મશ્રી પુરસ્કાર, ગુજરાતના યેઝદી માણેકશા ઈટાલિયાનો સમાવેશ

Social Share

નવીદિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય એવા 34 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી સિકલસેલના ક્ષેત્રે કામ કરનારા વૈજ્ઞાનિક યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે.  પદ્મશ્રી એવોર્ડ મેળવનારાઓમાં પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ, આદિવાસી કાર્યકર્તા જાગેશ્વર યાદવ, જનજાતીય પર્યાવરણવિદ્ તેમજ મહિલા સશક્તિકરણ ચામી મુર્મૂ વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી સિકલસેલના ક્ષેત્રે કામ કરનારા વૈજ્ઞાનિક યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. આસામના રહેવાસી દેશનાં પહેલાં મહિલા મહાવત પાર્વતી બરૂઆ અને જાગેશ્વર યાદવ સહિત 34 હસ્તીઓને અવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે પદ્મશ્રી મેળવનાર ચામી મુર્મુએ છેલ્લા 28 વર્ષમાં 28 હજાર મહિલાઓને સ્વ-રોજગાર પુરો પાડ્યો છે. ચામી મુર્મુને નારી શક્તિ અવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 2019માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને આ સન્માન આપ્યું હતું.

આ ઉપરાંત આસામના પાર્વતી બરુઆ 67 વર્ષના છે, તેમણે સામાજિક કાર્યના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. પાર્વતી ભારતનાં પહેલાં મહિલા મહાવત છે જેમણે પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પરંપરાગત રીતે પોતાના માટે જગ્યા બનાવવા માટે રુઢિવાદિતા તોડી. માનવ અને હાથીઓ વચ્ચે સંઘર્ષના ઉકેલ માટે તેમણે રાજ્ય સરકારને મદદ કરી. સાથે જ જંગલી હાથીઓને કઈ રીતે પકડવા અને તેમની સમસ્યાનો તોડ કેમ કરવો તે માટે પણ તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ મદદગાર રહી છે. પાર્વતીને પોતાના પિતા પાસેથી આ કૌશલ વારસામાં મળ્યુ હતુ અને તેમણે 14 વર્ષની નાની ઉંમરથી જ તેની શરુઆત કરી દીધી હતી. આ કાર્યમાં તેમણે 4 દશકાથી વધુનો સમય આપ્યો અને હાથીઓથી અનેક લોકોના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એક સંપન્ન પૃષ્ઠભૂમિથી આવતા હોવા છતા તેમણે વ્યવસાયિક રીતે આ કામ પસંદ કર્યું. એક સાધારણ જીવન જીવવું અને લોકોની સેવા માટે સમર્પિત જીવન જ તેમનું લક્ષ્ય બન્યું.

ગુજરાતમાંથી સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ ડૉ. યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. તેમણે ઇન્ડો-યુએસ એનબીએસ પ્રોજેક્ટ હેઠળ ઘણા ICMR સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું છે. સિકલ સેલ એનિમિયા એ આદિવાસીઓમાં જોવા મળતો આનુવાંશિક રોગ છે, જે કલર ફોર્મ્યુલાની ઉણપથી થાય છે. જેના પરિણામે શારીરિક અને માનસિક પીડા થતી હોય છે. ડૉ. યઝદી ઇટાલિયાએ આદિવાસીઓના આ વારસાગત રોગમાંથી મુક્તિ અપાવવા કામ કર્યું. ગુજરાતનો પ્રથમ સિકલ સેલ પ્રોજેક્ટ પણ તેમણે જ શરૂ કર્યો હતો. આ રોગના પીડિત લોકોને મફત સારવાર કરવામાં આવી. આખા ગુજરાતના 95 લાખથી વધુ આદિવાસી વ્યક્તિઓની તપાસ કરવામાં આવી. જેમાંથી 7 લાખ 2 હજારમાં સિકલ સેલના લક્ષ્ણો જોવા મળ્યા અને યોગ્ય સારવાર માટે તેમણે કલર કોડેડ જારી કર્યા હતા.