Site icon Revoi.in

પદ્મશ્રીથી સમ્માનિત ડો.માનસ બિહારીનું 78 વર્ષની વયે નિધનઃ- ‘તેજસ’ લડાકૂના નિર્માણમાં મહત્વની ભૂમિકા

Social Share

દિલ્હીઃ- પદ્મશ્રી સમ્માનથી સમ્માનિત એવા  ડો.માનસ બિહારી વર્માનું મંગળવારે બિહારના દરભંગા શહેરના લહેરીયાસરાય  સ્થિત તેમના નિવાસસ્થાને 78 વર્ષની વયે નિધન થયું હતું. વર્માના ભત્રીજા અને વરિષ્ઠ પત્રકાર પ્રણવ કુમાર ચૌધરીએ જણાવ્યું  હતું કે, તેમનું ગઈકાલે મોડી રાત્રે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે.

રાજ્યપાલે  આ મામલે કહ્યું કે દેશની પ્રથમ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ ‘તેજસ’ ના નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના સાથી પણ રહી યૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાંથી  નિવૃત્તિ બાદ તેઓ સમાજ સેવા સાથે સંકળાયેલા છે. તેનું મૃત્યુ ખૂબ જ દુખદ ઘટના છે.

રાજ્યપાલ ચૌહાણે દિવ્ય આત્માની શાંતિ અને પરિવારને ધૈર્ય, હિંમત અને શક્તિ પ્રદાન કરે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાને વધુ ઘાતક બનાવવામાં ડો.માનસ બિહારી વર્માનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના અવસાનને કારણે વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ વર્તાઈ છે.

 

Exit mobile version