Site icon Revoi.in

યુએનએસસીની અસ્થાયી સદસ્યતા માટે ભારતને મળી મોટી જીત, 55 દેશોએ કર્યું સમર્થન

Social Share

ભારતને મોટી કૂટનીતિક જીત પ્રાપ્ત થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અસ્થાયી સદસ્યતાને 55 દેશોના એશિયા-પેસિફિક સમૂહે સર્વસંમતિથી ટેકો આપ્યો છે. આ સમૂહમાં ચીન અને પાકિસ્તાન પણ સામેલ છે.

ભારતની ઉમેદવારીનું સમર્થન કરનારા દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન,કુવૈત, કિર્ગિસ્તાન,મલેશિયા, માલદીવ, મ્યાંમાર,નેપાળ, કતર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સીરિયા, તુર્કી, યુએઈ અને વિયતનામ પણ સામેલ છે.

પંદર સદસ્યોની યુએનએસસીના 2021-22ના સત્ર માટે પાંચ અસ્થાયી સદસ્યોની ચૂંટણી આગામી વર્ષે થશે. ભારતીય ઉમેદવારીનું સમર્થન કરનારા દેશોને આભાર વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કર્યું છે કે સર્વસંમતિથી ઉઠાવવામાં આવેલું પગલું. એશિયા પેસિફિક સમૂહે સર્વસંમતિથી યુએનએસસીમાં અસ્થાયી સદસ્યતાના 2021-22ના સત્રના બે વર્ષના કાર્યકાળ માટે ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે.

તેમણે પોતાના ટ્વિટની સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમા તેમણે ક્હ્યુ હતુ કે એશિયા પેસિફિક સમૂહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યતા માટે ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે. 55 દેશો, એક ઉમેદવાર- ભારત, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી સદસ્યતાને 2021-22ના કાર્યકાળ માટે.