Site icon Revoi.in

પાકિસ્તાની સેનામાં ઘણાં પરિવર્તન, ફૈઝ હામિદ આઈએસઆઈના નવા ચીફ

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ભૂમિસેનામાં મોટા પરિવર્તન કરવામાં આવ્યા છે. ફૈઝ હામિદને હવે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા અને ભારતમાં આતંકી નેટવર્ક માટે જવાબદાર આઈએસઆઈના નવા મહાનિદેશક બનાવવામાં આવ્યા છે. આ સિવાય લેફ્ટિનેન્ટ જનરલ આમિર અબ્બાસીને ક્વાર્ટર માસ્ટર જનરલ પાકિસ્તાની સેના અને લેફ્ટિનેન્ટ જનરલ મોઅજ્જમ એઝાઝને ચીફ એન્જિનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તો લેફ્ટિનેન્ટ જનરલ સૈયદ આસિમ મુનીર અહમદ શાહને કોર્પ્સ કમાન્ડર ગુજરાંવાલા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટિનેન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને એડજુટેન્ટ જનરલ પાકિસ્તાની સેના તરીકેની જવાબદારી આપવામાં આવી છે.

ફૈઝ હામિદને લેફ્ટિનેન્ટ જનરલ અસીમ મુનીરના સ્થાને આઈએસઆઈના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટિનેન્ટ જનરલ મુનીર પોતાના પુરોગામી લેફ્ટિનેન્ટ જનરલ નાવેદ મુખ્તારની સેવાનિવૃત્તિ બાદ ગત વર્ષ ઓક્ટોબરમાં આઈએસઆઈના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે 22 એપ્રિલે પાકિસ્તાની સેનાએ તત્કાલિન મેજર જનરલ હમીદને લેફ્ટિનેન્ટ જનરલના પદ પર પદોન્નત કર્યા હતા અને તેના પછી જનરલ મુખ્યાલય-જીએચક્યૂમાં તેમને એડજુટેન્ટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા આઈએસઆઈમાં આતંકવાદ વિરોધી શાખામાં તેમણે કામ કર્યું છે.