Site icon Revoi.in

પાકિસ્તાન-ચીનની વાયુસેનાઓનો હુટાનમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ “શાહીન”, ઈન્ડિયન એરફોર્સ સતર્ક

Social Share

નવી દિલ્હી : કાશ્મીર પર અલગ પડી ચુકેલા પાકિસ્તાને હાલ ચીન સાથે હવાઈ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. ચીનના હોટન શેહરમાં થઈ રહેલા યુદ્ધાભ્યાસ પર ભારતીય વાયુસેનાની પણ ઝીણવટભરી નજર છે. સોમવારે પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાન ખાનની ઢંકાયેલા-છૂપાયેલા શબ્દોમાં કાશ્મીર પર પરમાણુ યુદ્ધની ધમકી પર સતર્ક પણ છે. પાકિસ્તાન આ યુદ્ધાભ્યાસમાં પોતાના જેએફ-17 ફાઈટર જેટ્સ અને ચીન જે-10 અને જે-11 યુદ્ધવિમાન સાથે સામેલ છે.

ભારતીય વાયુસેનાના અધિકારીએ ક્હ્યુ છે કે લડાખના લેહ શહેરમાંથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા હોટન શહેરમાં ચીન અને પાકિસ્તાન શાહીન નામનો હવાઈ યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા માટે ચીન જતા પહેલા પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાન ગિલગિત-બલ્તિસ્તાનના સ્કાર્દૂ વિસ્તારમાં તેનાત હતા. આ યુદ્ધાભ્યાસ બે દિવસ પહેલા શરૂ થયો હતો.

મહત્વપૂર્ણ છે કે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીર મુદ્દાને ચર્ચામાં લાવવાની કોશિશ કરતા પાકિસ્તાનની આવામને સંબોધિત કરી અને ભારતને પરમાણુ હુમલાની ધમકી પણ આપી હતી. ઈમરાન ખાને કહ્યુ છે કે કાશ્મીર માટે કોઈપણ હદ સુધી પાકિસ્તાન જશે.

હાલ પાકિસ્તાનના શસ્ત્રસરંજામની સૌથી મોટી આપૂર્તિકર્તા દેશ તરીકે ચીનનું સ્થાન છે. યુદ્ધવિમાનોથી લઈને મિસાઈલ તકનીક અને યુદ્ધજહાજો ચીને જ સપ્લાઈ કર્યા છે. પુલવામા આતંકી હુમલાની પ્રતિક્રિયા સ્વરૂપે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની વાયુસેનાએ ચીની શસ્ત્રસરંજામ સાથે ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું.