Site icon Revoi.in

પાકિસ્તાન મો બતાવાને લાયક નથી રહ્યુઃ- ICJમાં કાશ્મીર મુદ્દે કેસ નબળો પડતા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો

Social Share

જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસતાનને મોટો ઝટકો

ICJમાં કાશ્મીરનો કેસ નબળો પડ્યો

પુરાવાનો પણ અભાવ

ICJમાં પાકના વકીલ ખાવર કુરૈશીએ કર્યો આ વાતનો સ્વીકાર

જમ્મુ-કાશ્મીરના મામલે પાકિસ્તાનને એક પછી એક મોટો ઝટકો મળી રહ્યો છે,ભારતની આંતરીક બાબત હોવા છતા પાકિસ્તાને કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો હતો ને હજુ પણ  મુદ્દાને ઉછાળવાના પ્રયત્નો કરી રહ્યુ છે,પાકિસ્તાને કહ્યું હતુ કે,તે આ મુદ્દાને આતંરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારશે,પરંતુ હવે આ મોર્ચે પણ પાકિસ્તાન મો બતાવવાને લાયક નથી રહ્યું ,અને વાત બીજા કોઈ નહી પરંતુ પાકિસ્તાનના વકીલે જ કહી છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશીનું કહેવું છે કે,જમ્મુ કાશ્મીરમાં જો નરસંહાર થઈ રહ્યો છે તો હાલમાં તેના પુરાવાઓ એકઠા કરવા ખુબજ મુશ્કેલ છે,અને જો પુરાવાઓ જ ન હોય તો પાકિસ્તાન માટે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજુ કરવો ખુબજ અધરી વાત છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસોમાં પાકિસ્તાને આ મુદ્દાને સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા,તેયા પણ તેમને નિષ્ફળતા સાંપડી હતી,આ સાથે જ પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એ વાતનું લાન કર્યું હતુ કે પાકિસ્તાન આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે.

આ પહેલા કુલભૂષમ જાધવ મામલામાં પણ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રી કોર્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો,કુલભૂષણ મામલામાં ICJએ ભારતના પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો ને કુલભૂષણની ફાંસીની સજા અટકાવી હતી,એટલું જ નહી પરંતુ આંતરાષ્ટ્રીય કોર્ટની દખલ પછી જ  કુલભૂષણને કૉન્સુલર એક્સેસ મળી હતી

પાકિસ્તાન કલમ-370 હટાવવાના મામલા પર બોખલાય ગયુ છે ,અને સતત ભારતની શાંતિને ડખઓળવાના પ્રયોત્નો કર્યા રાખે છે જો કે ક્યારેય પાકિસ્તાનને તે વાતમાં સફળતા મળી નથી, વિશ્વના દરેક દેશો એ કાશ્મીરના મુદ્દાને ભારતનો આંતરીક મુદ્દો ગણાવીને ભારતને જ સાથ આપ્યો હતો.આટલી બધી વાર પાકિસ્તાનને વીતી ગયા હોવા છતા પણ પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવતું ,પાકિસ્તાન જાણે પોતેજ પોતાની બેઈજ્જતી કરતવા પર  લાગ્યું