ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા બે દિવસથી સતત તણાવ વધી રહ્યો છે દરમિયાન શુક્રવારની રાતના પાકિસ્તાન દ્વારા ભારતના 26 જિલ્લા શહેરો ઉપર ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે ભારતીય સેનાએ આ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા.
પાકિસ્તાન જમ્મુ, રાજૌરી, પૂંછ, રાજસ્થાનના જેસલમેર પંજાબના અમૃતસર અને ગુજરાતના ભુજ ઉપર પણ ડ્રોન વડે હુમલા નો પ્રયત્ન કર્યો હતો આમ પાકિસ્તાન દ્વારા ગણતરીના સમયમાં જ ભારતના લગભગ 26 જેટલા શહેરો ઉપર ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા. જોકે ભારતને સિસ્ટમ એ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાનની મેલી મુરાદ ને પારkhi ચૂકેલા ભારતે પહેલાથી જ સરહદી વિસ્તારના ગામના લોકોનું સ્થળાંતર કરાવવાનું શરૂ કરી દીધું હતું બીજી તરફ સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત ભારતીય સેનાએ તમામ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે જેથી જો પાકિસ્તાન મિસાઈલ કે ડ્રોન વડે ભારત ઉપર નો પ્રયત્ન કરે તો તેને આકાશમાં જ તોડી પાડવામાં સફળતા મળે અત્યાર સુધીમાં ભારતે પાકિસ્તાનના 500 થી વધારે ડ્રોન તોડી પાડ્યા હોવાનું મનાઈ રહ્યું છે.