Site icon Revoi.in

પાકિસ્તાને ભારતીય યાત્રાળુઓને આપ્યા વિઝા, પવિત્ર સ્થળોની લેશે મુલાકાત

Social Share

દિલ્લી: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદના કારણે સંબંધો ખરાબ થયા છે. આવા સમયમાં પાકિસ્તાન દ્વારા એવુ પગલુ ભરવામાં આવ્યું છે જે યાત્રાળુઓ માટે સારુ છે. પાકિસ્તાને ભારતીય યાત્રાળુઓને વિઝા આપી દીધા છે. જેઓ સુકકુર અને કટાસરાજ મંદિરોમાં શાદાણી દરબારના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા ઇચ્છે છે. જ્યારે ભારત સાથે તેના સંબંધો બરાબર સારા ન હોય ત્યારે પાકિસ્તાન સરકારે આ પગલું ભર્યું છે.

પાકિસ્તાનમાં તાજેતરમાં 44 ભારતીય યાત્રાળુઓ શાદાણી દરબારની મુલાકાત લીધા પછી ભારત પરત ફર્યા છે. જે બાદ હવે સરકારે વધુ 47 લોકોને વિઝા આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુસાફરો કટાસરાજ મંદિરની મુલાકાત લેશે. આ પ્રવાસીઓ 23 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર દરમિયાન આ સ્થળની મુલાકાત લેશે.

શાદાણી દરબારની માન્યતા દુનિયાભરમાં

તે જ સમયે, યાત્રાળુઓ જે મુલાકાત લીધા પછી ભારત પરત ફર્યા હતા, તે બધા જ શિવ અવતારી સત્ગુરુ સંત શદારામ સાહેબના 312મા જન્મજયંતિ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. તેનો પ્રવાસ 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધીનો હતો. શાદાણી દરબારના સેક્રેટરી સત્યવૃક શાદાણીનું માનવું છે કે 15 ડિસેમ્બરે ભારતથી ગયેલા યાત્રાળુઓ દિલ્હી, મુંબઇ, નાગપુર, અમદાવાદ અને અન્ય ઘણા શહેરોના છે. 44 મુસાફરોનું વકફ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાનના અધિકારીઓ સહિતના ભક્તોએ સ્વાગત કર્યું હતું.

શાદાણી દરબારની માન્યતા વિશ્વવ્યાપી છે. દુનિયાભરના લોકો અહીં મુલાકાત લેવા આવે છે. વર્ષ 1786 માં, આ મંદિરની સ્થાપના સંત શદારમ સાહેબે કરી હતી, જેનો જન્મ લાહોરમાં 1708 માં થયો હતો.

જો કે જાણકારો માની રહ્યા છે કે પાકિસ્તાનના આવા નાના પગલાથી ભારત સાથે તેના સંબંધો વધારે સુધરી શકે તેમ નથી. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારે આતંકવાદીઓ વિરુદ્ધ ભારે પગલા લેવાજ પડશે અને જ્યારે ભારતને આતંકવાદીઓ પર લીધેલા પગલાનો સંતોષકારક જવાબ મળશે ત્યાર બાદ કદાચ ભારત પાકિસ્તાન સાથે સંબંધો વિશે વિચારી શકે છે.

જાણકારોએ તે પણ ઉમેર્યું હતુ કે પાકિસ્તાન હાલ ચીનના શરણમાં જઈને બેઠું છે અને ચીન અત્યારે પાકિસ્તાનને ભારત વિરોધી ગતિવીધીઓમાં પણ હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલ કથળેલી છે અને પાકિસ્તાને આર્થિક રીતે શ્રધ્ધર થવા માટે કેટલાક યોગ્ય પગલાઓ લેવા જ પડશે.

Exit mobile version