Site icon Revoi.in

પશ્વિમબંગાળમાં આજે પંચાયતની ચૂંટણીના પરિણામ થશે જાહેર, દરેક સ્થળોએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

Social Share

કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આજરોજ મંગળવારે અહીં પરિણામ જાહેર કરવામાં આવશે જો કે પશ્વિમબંગાળમાં હિંસાને જોતા તમામ બૂથો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં  આવ્યો છે જેથી કરીને હિંસા થતા અટકાવી શકાય.

પ્રાપ્ત વિગત પ્રમાણે મતદાન દરમિયાન ઘણી હિંસક ઘટનાઓ બની હતી, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સહીત કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને પંચાયત ચૂંટણી માટે કેન્દ્રીય દળોની હાજરીમાં ન્યાયી મતગણતરી સુનિશ્ચિત કરવાની માગ કરી હતી અને સ્થિતિ પર ચિંતા પણ વ્યક્ત કરી હતી.

 ઉલ્લેખનીય છે કે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે બે દિવસ અગાઉ શનિવારના રોજ  61 હજારથી થી વધુ મતદાન મથકો પર મતદાન થયું હતું, જેમાં 80.71 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં 15 લોકોના મોત થયા હતા.

પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોની મુલાકાત લીધી, ખાસ કરીને ઉત્તર 24 પરગણા જિલ્લા, અને શનિવારે મતદાન દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી. હિંસા દરમિયાન, મતપેટીઓ ઘણી જગ્યાએ લૂંટી લેવામાં આવી હતી, આગ લગાડવામાં આવી હતી અથવા તળાવમાં ફેંકી દેવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં, સોમવારે પંચાયત ચૂંટણી માટે 19 જિલ્લાઓમાં લગભગ 700 મતદાન મથકો (બૂથ) પર ફરીથી મતદાન યોજાયું હતું જ્યાં મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, ક્યાંયથી કોઈ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.જો કે સુરક્ષાને લઈને અહીં પુરતુ ધ્યાન અપાયું હતું. અને ખાસ આજે પણ ઠેર ઠેર સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.