Site icon Revoi.in

અમેરિકાઃ ફાઈઝરની વેક્સિનનું અસરકારક પરિણામ, 5 થી 11 વર્ષના બાળકોનું ટૂંક સમયમાં શરુ થઈ શકે રસીકરણ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની જંગમાં વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે,વેક્સિનેશનથી કોરોનાના કેસોને ઘટાડવામાં અથવા તો સંક્રમણને ફેલાવતું અટકાવવામાં મોટી મદદ મળી છે, કોરોનાની ત્રીજી લહેરની બાળકો પપ અસરની શંકા વચ્ચે દેશભરમાં બાળકો માટેની વેક્સિન બનાવવાનું કાર્ય ઝડપી બન્યું હતું, ત્યારે હવે અમેરિકાની જાણીતીફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની કોરોના વેક્સિન હવે અસરકારક સાબિત થઈ રહી છે, 5 થી 11 વર્ષની વયના બાળકોમાં સલામત અને લગભગ 91 ટકા અસરકારક હોવાની માહિતી મળી રહી છે.

તાજેતરમાં બાળકોની આ વેક્સિન અંગેનો ડેટા જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે જ્યારે અમેરિકા આ  5થી 11 વર્ષના બાળકોના સમૂહને આવેક્સિન આપવાનો વિચાર થઈ રહ્યો છે. જો આ વેક્સિન નિયમનકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો બાળકોનું રસીકરણ નવેમ્બરના આરંભથી જ શરુ થઈ શકે છે.

જો આ શક્ય બનશે તો એમિરાકના મહાપર્વ ક્રિસમસ સુધી ઘણા બાળકોને વેક્સિન મળી ગઈ ગશે. ફાઈઝરએ 2 હજાર 268 બાળકો પર  આ વેક્,સિનનું પરિક્ષણ હાથ ઘર્યું હતું , જે પ્રમાણે વેક્સિનના  બે હળવા ડોઝ અથવા પ્લેસબો ત્રણ અઠવાડિયાના અંતરમાં આપવામાં આવ્યા હતા. જેમાં વેક્સિનના હલકો ડોઝ 91 ટકા અસરકારક  હોવાની જાણ થઈ છે.

આ સમગ્ર બાબતને લઈને વિતેલા દિવસને શુક્રવારના રોજ ફાઇઝરના સ્ટડીની વિગત ઓનલાઇન જોરી કરાઈ હતી. નવામામાં આવી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ રસીની સલામતી અને અસરકારકતા અંગે ટૂંક સમયમાં તેની સમીક્ષા ઓનલાઈન પોસ્ટ કરી શકે છે. FDA ના નિષ્ણાતો આવનારા અઠવાડિયે આ મામલે ચર્ચા કરશે.એજન્સીની મંજૂરી બાદ જ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો કોને રસી આપવી તે અંગે  છેલ્લો નિર્ણય લઈ શકે છે.