Site icon Revoi.in

સંતાનના ઉછેરમાં પેરેન્ટ્સ એ આ કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં લેવી જોઈએ

Social Share

જો તમે તમારા બાળકનો ઉછેર સારી રીતે કરવા ઈચ્છો છો તો તમારે તમારા બાળકને પુરતો સમય આપવો જોઈએ, કોઈ બીજા પર ડિપેન્ડેડ ન રહેતા બાળકોને પોતાની હુંફ આપો. પોતાનો સમય ફાળવો, બાળકોની દરેક વાતને ઈગ્નોર ન કરો અને તે જે કહે છે તેના પાછળ શું કારણ હોય શકે તે શોધો કારણ કે બાળક કોઈ પણ વાત એમજ નથી કહેતું હોતું .

માતાપિતાને તેમના બાળકોની રુચિઓ અને વર્તનની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ, કારણ કે આ જ્ઞાન બાળકોને અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માતા-પિતાનું કર્તવ્ય છે કે તેઓ બાળકોના કોમળ મન પર ક્યારેય કોઈ પ્રકારનું ઠેસ ન પહોંચવા દે. બાળકો પર કોઈપણ પ્રકારના કામ અને ઈચ્છા માટે દબાણ ન કરો, જેથી બાળકોની આકાંક્ષાઓ જ મરી જાય.

હંમેશા તેમના બાળકોના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ આપે અને તેમને શાંત કરે.બને ત્યાં સુધી પરિવારમાં ખુલ્લી વાતચીતનું વાતાવરણ ઊભું કરો જેથી બાળકો તેમની જિજ્ઞાસા સંતોષવા માટે અહીં-તહીં ભટકીને ગેરમાર્ગે ન દોરાય.

માતાપિતાએ  બાળકોના  સારા કાર્યોની સૌથી વધુ પ્રશંસા કરવી જોઈએ. આમ કરવાથી, તે જીવનમાં હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરશે અને કોઈપણ ડર વિના નૈતિક મૂલ્યો સ્થાપિત કરશે. ધ્યાન રાખો કે તમારા બાળકોને સત્ય બોલવાનો પાઠ ભણાવતા પહેલા તમારે જાતે જ સત્ય બોલવાની આદત કેળવવી પડશે.

જ્યારે પણ તમારું બાળક કઈ વસ્તુની જીદ કરે છે તો તેને ઠપકો આપવા કે માર મારવાના બદલે તેને પ્રેમથી વ્હાલ કરીને સમજાવો જો તમે તેના પ્રત્યે પ્રેમ દેખાડશો તો તે તમારી વાત ચોક્કસ માનશે.