Site icon Revoi.in

સંસદ રત્ન એવોર્ડઃ અધીર રંજન, મનોજ ઝા, જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને આ પુરસ્કારથી સમ્માનિત કરાશે

Social Share

દિલ્હીઃ- સંસદ રત્ન એવોર્ડ 2023 માટે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, RJDના મનોજ ઝા અને સીપીઆઈના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં લોકસભાના આઠ અને રાજ્યસભાના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ સભ્યો નિવૃત્ત થયા છે.ઉલ્લેખનીય છે કે સંસદ રત્ન એવોર્ડની સ્થાપના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની સલાહના આધારે કરવામાં આવી હતી. જેમાં સંસદના કાર્યકાળ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સાંસદોનો સમાવેશ કરવામાં આવે છે.

આ એવોર્ડની સ્થાપના કરનાર સંસ્થા પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પુરસ્કારો માટેના નામોની પસંદગી કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતાવાળી અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ કૃષ્ણમૂર્તિની સહ અધ્યક્ષતાવાળી જ્યુરી સમિતિ દ્વારા કરવામાં આવી છે.

આ એવોર્ડ માટે બીજા અન્ય નેતાઓમાં એનસીપીના સાંસદ ફૌઝીયા અહેમદ ખાન, સમાજવાદી પાર્ટીના નેતા વિશ્વંભર પ્રસાદ, કોંગ્રેસના નેતા છાયા વર્મા, અધીર રંજન ચૌધરી, કુલદીપ રાય શર્મા, ભાજપના વિદ્યુત બરન મહતો, ડો. સુકાંત મજૂમદાર, વિજયકુમાર ગવિત, ગોપાલ શેટ્ટી, સુધીર ગુપ્તા અને એનસીપીના ડો. અમોલ રામસિંહનો સમાવેશ થાય છે.