Site icon Revoi.in

ગામડામાં ગરમીથી બચવા માટે લોકો આ ટેક્નિક પણ અપનાવે છે, જાણો

Social Share

આજે પણ ભારતના કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં વીજળી પહોંચી નથી અને ગરમી તો ત્યાં પણ જોરદાર પડે છે. ત્યાં લોકો ગરમીથી બચવા માટે અનેક પ્રકારના નુસ્કાઓ અને ટેક્નિક અપનાવતા હોય છે પણ એક ટેક્નિક એમની પાસે એવી છે કે જેને જોઈને સૌ કોઈ ચોંકી જાય. જ્યારે આ ગામડાઓમાં ગરમી પડે છે ત્યારે તેઓ ઘરના દરવાજે કંતાનના કોથળા બાંધે છે અને તેનો ઉપયોગ ગરમીથી બચવા માટે કરતા હોય છે.

ગામડાઓમાં આજે પણ કેટલાક ઘરોમાં એવું જોવા મળે છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધે ત્યારે લોકો ઘરની બારીઓમાં, તથા દરવાજામાં ઘઉંને પેક કરવા વાળા કોથળાનો ઉપયોગ કરે છે. જ્યારે તેને દરવાજે કે બારીમાં બાંધે છે ત્યારે તેને થોડા ભીના પણ કરી દેવામાં આવે છે જેથી કરીને જ્યારે હવા ઘરમાં આવે ત્યારે તે પાણીને સ્પર્શ કરીને આવે અને તે હવા ઠંડી હોય છે. આ પ્રકારે કરવાથી ગામડામાં તેમના ઘરમાં ઠંડક સરસ રહે છે અને ગરમીનો જરા પણ અહેસાસ થતો નથી.

ઉલ્લેખનીય છે કે જો તમારું ઘર પણ પેન્ટહાઉસ હોય અથવા જે દિશામાંથી પવન આવતો હોય ત્યાં આ પ્રકારે કંતાનના કોથળા બાંધીને ટ્રાય કરી શકો છો.