Site icon Revoi.in

કોરોનાની રસી બાદ પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશેઃ ડબલ્યુ.એચ.ઓ

Social Share

દિલ્હીઃ કોરોનાની રસી આવ્યા બાદ પણ પરિસ્થિતિમાં એકાએક સુધરવાની નથી. આપણે આપણા વર્તનમાં ફેરફાર કરવાની જરૂર નથી. ફક્ત આપણે પોતાનું જ નહીં પરંતુ આપણી સાથે સંકળાયેલા તમામ લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવાના છે. આ માટે આપણે જાગૃત રહેવું પડશે. વારંવાર હેન્ડવોશ અને માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટેંસિંગ હંમેશા જાળવવું પડશે. તેમ ડબલ્યુએચઓમાં વેસ્ટર્ન પેસિફિકના રીજનલ ડાયરેકટર તાકેશી કાસઈએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સોસાયટીમાં વેકસીન સર્કુલેટ થઇ રહી છે ત્યાં સુધી આપણે બધા રિસ્ક પર છીએ. 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો અને સોશિયલ સ્તર પર એક્ટિવ લોકોને ઇન્ફેકશનથી પોતાને બચાવવા પડશે. સલામત અને અસરકારક રસી બનાવવી એક વાત છે અને તેનું પૂરતું ઉત્પાદન કરીને દરેક સુધી પહોંચાડવી બીજી વાત છે. હાઇ-રિસ્ક ગ્રૂપ્સને પ્રાથમિકતાના આધાર પર રસી આપવામાં આવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રસીકરણની પ્રક્રિયા બ્રિટન, અમેરિકા સહિતના ઘણા દેશોમાં શરૂ થઈ છે. તેમ છતાં વેક્સીન એટલી બધી નથી કે બધાને મળી જાય. નિષ્ણાંતોનું કહેવું છે કે આ રસી તમારા શરીરને વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે. આનો અર્થ એ નથી કે વાયરસનું ટ્રાન્સમિશન બંધ થઈ જશે. કેટલાક લોકોમાં તે ગંભીર સ્થિતિમાં પણ જઈ શકે છે.