Site icon Revoi.in

જલારામ બાપાની 222મી જન્મજયંતિ, વીરપુરના લોકોમાં અનેરો ઉત્સાહ

Social Share

વીરપુર: જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્ર સાથે જેનું નામ જોડાયેલ છે તેવા સંત શિરોમણી જલારામ બાપાની આજે 222મી જન્મ જ્યંતીની ઉજવણી થઇ રહી છે, ત્યારે જલારામ બાપા ના ભક્તો દ્વારા આજે જલારામ બાપા ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

સંત શિરોમણી જલારામ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા,  આજે વીરપુર પણ જલિયાણ મય બની ગયું હતું, ઘરે ઘરે જલારામ બાપાની જન્મ જ્યંતી ને વધાવવા અને ઉજવવા માટે ઘરે ઘરે રંગોળી પુરી છે. મંદિર દ્વારા આજે અહીં આવેલ જલારામ બાપા ના ભક્તો માટે ખાસ પ્રસાદ ની વ્યવસ્થા કરવા માં આવી છે,

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ આ વર્ષે જલારામ જ્યંતી ઉજવાઇ રહી છે. કોરોનાને કારણે લોકોને સતર્ક અને સલામત રાખવા મંદિરોમાં કેટલાક પ્રકારની ઉજવણી બંધ રાખવામાં આવી હતી પણ આ વખતે સ્થિતિ સારી હોવાના કારણે લોકોને ભક્તિ કરવાની તક મળી રહી છે. જલારામબાપા ની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે અને ભક્તો દ્વારા 222 કિલોની કેક બનાવવામાં આવી છે. આ ઉપરાંત દેશ વિદેશ માંથી બાપાના ભક્તો દર્શન કરવા આવ્યા છે.

Exit mobile version