Site icon Revoi.in

રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવી રહેલા લોકોને દિવાળી નિમિત્તે 1 કિલો ખાંડ અને 1 કિલો તેલ રાહત દરે  અપાશે

Social Share

અમદાવાદ – હાલ દિવાળીના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા રાહત દરે અનાજ વિતરણના લાભાર્થીઓને વધારાનો લાભ આપવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે  મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણઆવ્યું હતું કે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સારી રીતે દિવાળી ઇજવી શકે તે હેતુંથી રાજ્ય સરકાર વધારાનું એક કિલો સીંગ તેલ તથા 1 કિલો ખાંડ આપવામાં આવશે.

તેમણે વધુમાં વિગત આપતા કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે ,દિવાળીનાં તહેવાર હોવાને લ ઈને અંત્યોદય અને બીપીએલ મળી 32 લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂપિયા 15 અને રૂપિયા 22 પ્રતિ કિલોનાં ભાવથી કરાશે.આ 

સાથે જ તમામ 71 લાખ રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂપિયા 100 ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ સાથે જ  “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -2022  સુધી આ યોજના લંબાવાઈ છે.

આ સાથે જ જે દર મહિને અનાજ મળવા પાત્ર બને છે તેનાથઈ વિશેષ વધારાનું 1 કિલો તેલ અને 1 કિલો ખઆંડ દિવાળી પર વધુ આપવાનો નિર્ણય લીધો છે , આ સાથે જ પ્રતિ વ્યક્તિ 1 કિલો ઘઉં તથા 4 કિલો ચોખા મળી કુલ 5 કિલો અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ આ મહિનાની 15 તારીખથી વિના મૂલ્યે કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version