Site icon Revoi.in

દેશી સ્ટાઈલમાં રસ્તા પર બુલેટ ચલાવતી જોવા મળી મહિલા,સ્વેગ અને આત્મવિશ્વાસ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

Social Share

આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ લોકપ્રિય છે.કોઈપણ સમાચાર જે ખૂબ જ મજેદાર, રમુજી, સંવેદનશીલ હોય, કોઈપણ સંદેશ આપતો હોય કે કોઈપણ ડાન્સ વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે.ફેસબૂક, વોટ્સએપ કે અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર દરરોજ કંઈક ને કંઈક વાઈરલ થાય છે.કેટલાક વીડિયો એટલા રમુજી હોય છે અને ઘણા વીડિયો એવા હોય છે જે આપણને આશ્ચર્યચકિત કરે છે.તો આવો જ એક વીડિયો આજકાલ ચર્ચામાં છે.જેમને જોયા પછી તમે ચોક્કસ ચોંકી જશો.

નવી પેઢી માટે કોઈ પણને પોતાની સ્ટાઈલથી ઈમ્પ્રેસ કરવું સૌથી જરૂરી બની ગયું છે.એવામાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટ કરનારએ આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે,તેમની સ્ટાઈલ એક ટ્રેન્ડ બની જાય, જેને તેમના ફેન્સ ફોલો કરે.હવે આ ક્લિપ તમે જ જુઓ, જેમાં દેશી અવતારમાં એક મહિલા આનંદથી બુલેટ ચલાવતી જોવા મળે છે.નવાઈની વાત એ છે કે મહિલાઓએ પરંપરાગત પહેરવેશ, કપાળ પર ટીકો, માથા પર ઘૂંઘટ પહેરીને રસ્તા પર બુલેટ દોડાવતી જોવા મળે છે.

https://www.instagram.com/reel/CkchiiPAyPV/?utm_source=ig_embed&ig_rid=9ba4ad3b-f7ae-46d4-8a45-1f4112ed9285

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલી એક ભાભી શાનદાર રીતે રોડ પર બુલેટ બાઇક ચલાવતી જોવા મળી રહી છે.મહિલાનો ક્રેઝ આટલેથી જ ખતમ નથી થતો પરંતુ તેણે પોતાની એક મિત્રને પોતાની પાછળ બેસાડી રાખી છે.આ દરમિયાન રસ્તામાં કોઈ તેનો વીડિયો પણ બનાવી રહ્યું હતું.પછી સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ બુલેટવાળી ભાભીની સ્ટાઈલ વાયરલ થઈ ગઈ.વીડિયો જોઈને લાગે છે કે તે કોઈ પ્રોફેશનલ રાઈડર છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર sona_omi નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “ભાભીની બુલેટ રાઈડિંગ સ્ટાઈલ ગમે ત્યાંથી કોઈ પણ માણસ કરતા નબળી દેખાતી ન હતી.” જ્યારે બીજા યુઝરે લખ્યું, “આ બધું આત્મવિશ્વાસની વાત છે ગુરુ..! અન્ય યુઝરે લખ્યું.”‘ મહિલાની દેશી શૈલી ખરેખર અનોખી છે.’

 

Exit mobile version