Site icon Revoi.in

જે લોકો છિપકલીને જોઈને ડરી જાય છે,તેમણે ઘરમાંથી આ રીતે કરવો જોઈએ છીપકલીનો નિકાલ

Social Share

દરેક લોકોના ઘરમાં ગરોળી તો હોય જ છે અને ગરોળીને જોતા જ કેટલીક યુવતીઓ કે મહિલાઓ બૂમાબૂમ કરી દે છે,એક રિસર્ચ પ્રમાણે ગરોળીથી સૌથી વધુ ડર સ્ત્રીઓને લાગે છે,અને ઘરમાં ખાસ કિચન કે રુમમાં ગરોળીની હાજરી હોય જ છે આવી સ્થિતિમાં કેટલાક નુસ્ખાઓ છે જે ગરોળીને ભગાવવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ આ નુસ્ખાઓ વિશે

આ કેટલાક નુસ્ખાઓ છે જે ગરોળી ભગાવવામાં મદદરુપ સાબિત થાય છે

ડુંગળી અને લસણ -જ્યાં ગરોળી સૌથી વધુ દેખાતી હોય ત્યાં કાચી સમારેલી ડુંગળી અને લસણની એક એક કળી રાખો, આ સિવાય ડુંગળી અને લસણની કળીને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખો. ગરોળી લસણ અને ડુંગળીની તીવ્ર ગંધ સહન કરતી નથી અને ગરોળી તેમનાથી દૂર રહે છે.

ઈંડાના ફોતરા- ગરોળીને ઈંડાની સ્મેલ પસંદ નથી હોતી એટલે ખુણા કાચા વાળી જગ્યાએ જો તમે ઈંડાના ફોતરા રાખો છો તો ગરોળી ત્યા આવશે નહી અને જો આવી પણ જાય તો તે ત્યાથી ભાગી જાય છે.

મરીનો સ્પ્રે – ગરોળીને કાળા મરી અથવા તેના પાવડરથી પણ ભગાડી શકાય છે, જો કાળા મરી હોય તો તેનો પાઉડર બનાવીને તેને પાણીમાં ભેળવી દેવાનો છે, આ મિશ્રણને એક દિવસ આમ જ રહેવા દો અને તે પછી સ્પ્રે કરો. બોટલ ભરો અને છંટકાવ કરો. આ સ્પ્રે ગરોળીથી છુટકારો મેળવવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે.

મોર પીંછા – મોર પીંછા પણ એક રીતે ગરોળીના દુશ્મન છે. વાસ્તવમાં, મોર ગરોળી ખાય છે અને આ જ કારણ છે કે ગરોળી મોરના પીંછાની ગંધથી દૂર ભાગી જાય છે.