Site icon Revoi.in

ફાઈઝર ડાયરેક્ટ કેન્દ્રને આપશે વેક્સિનઃ- મોડર્નાએ પણ રાજ્યને વેક્સિન આપવાનો કર્યો ઈનકાર

Social Share

દિલ્હીઃ-કોરોનાની વેક્સિન બનાવનારી અમેરિકન કંપનીઓ ફાઇઝર અને મોડર્ના ડાયરેક્ટ કેન્દ્રને વેક્સિન આપશે, તેઓ તેમની રસી સીધી કેન્દ્ર સરકારને આપશે. ફાઈઝરે આ મામલે સેમવારના રોજ કહ્યું કે, “દેશમાં રસીકરણ અભિયાનનું સંચાલન આંતરિક બાબત છે.” અમે આમાં રાજ્ય સરકારો સાથે કોેઈ પણ પ્રકારની લેવડ દેવડ નહી કરીએ. ફાઈઝર સીધી કેન્દ્ર સરકારને આ રસી પહોંચાડશે. તે જ સમયે, તેલંગાણા અને પંજાબને ઇનકાર કર્યા પછી, મોડર્નાએ દિલ્હીમાં પણ આ રસી આપવાનો ઇનકાર કર્યો હતો.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું, “અમે મોડર્ના પાસેથી રસી ખરીદવાની ઓફર કરી હતી, પરંતુ કંપનીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.” કંપની રસીના વેચાણ માટે સીધા કેન્દ્ર સાથે વાત કરવા ઇચ્છા ધરાવી છે.

ઉલ્લેખનીય છે કે, માયાપુરીના ઓક્સિજન પ્લાન્ટની મુલાકાતે આવેલા કેજરીવાલે કહ્યું કે, અમે કેન્દ્રને વિદેશથી આ રસી આયાત કરવા અને રાજ્યોમાં વહેંચવાની અપીલ કરીએ છીએ. અમે પહેલાથી જ ઘણો સમય ગુમાવી દીધો છે. યુદ્ધના ધોરણે લોકોને રસી આપવા માટે અમને ડોઝની જરૂર છે. આ પહેલા રવિવારે પંજાબમાં રસીકરણ માટે નોડલ અધિકારી વિકાસ ગર્ગે કહ્યું હતું કે મોડર્નાએ તેમને રસી આપવાનો ઇનકાર કરી દીધો છે.

કેજરીવાલે કહ્યું, દેશમાં 16 કંપનીઓ છે જે કોવેક્સિન બનાવવા માંગે છે. ભારત બાયોટેકે પણ બે સાથે જોડાણ કર્યું છે. અમે કેન્દ્રને તમામ 16 કંપનીઓ સાથે વાત કરવા અને રસી બનાવવા માટેના ઓર્ડર આપવા અપીલ કરીએ છીએ. જેથી ડોઝ જરૂરીયાતના આધારે ઉપલબ્ધકરાવી શકાય. આપણે યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન પાસેથી શીખવાની જરૂર છે કે રસીકરણ એ કોરોનાથી બચવા માટેનો એકમાત્ર રસ્તો છે.

કેજરીવાલે દાવો કર્યો હતો કે, દિલ્હી સરકાર પાસે બ્લેક ફંગસ ઉપચાર માટે દવાઓ અને ઇન્જેક્શન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.દરેક દર્દી માટે ઓછામાં ઓછા ચાર ઇન્જેક્શનની જરૂર હોય છે. કેન્દ્ર દ્વારા ઈન્જેકશન અપાયા હોવા છતાં અછત છે. અમને દરરોજ 2 હાજર ઈન્જેક્શનોની અનિવાર્યતા હોય છે તેના બદલે અનેમ માત્ર 400-500 જ ઈન્જેક્શન પુરા પાડવામાં આવી રહ્યા  છે.