Site icon Revoi.in

કોરોનાવાયરસની વેક્સિન બનાવતી કંપની મોડર્ના પર સાયબર હૂમલો

Social Share

દિલ્લી: કોરોનાવાયરસ જેવી ભયાનક બીમારીનો કેવી રીતે અંત આવે તેના માટે વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા રાત દિવસ એક કરીને વેક્સિન બનાવવામાં આવી રહી છે, ત્યારે કોરોનાવાયરસની વેક્સિન બનાવતી મોડર્ના કંપની પર સાયબર હૂમલો થવાની વાત સામે આવી રહી છે. મોડર્ના કંપનીએ આ વાતને સ્વીકારી છે અને તેમણે જ પૃષ્ટી કરી છે કે તેમના પર સાયબર હૂમલો કરવામાં આવ્યો છે.

મોડર્ના કંપનીએ સોમવારે કહ્યું હતું કે તેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાઇબર હુમલામાં ચોરાઈ છે અને ખાસ વાત એ છે કે કંપનીને એના વિશે જ ખબર ન હતી. કંપનીએ હાલ આ બાબતે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) ને પ્રથમ માહિતી આપી છે.

બ્રિટનના એક અખબારમાં છપાયેલા રિપોર્ટના આધારે આ ડૉક્યુમેન્ટસ ત્યારના છે જ્યારે કંપની મંજૂરી માટે સરકારો પાસે ડૉક્યુમેન્ટસ મોકલી રહી હતી. આ દરમિયાન ડૉક્યુમેન્ટસની ચોરી થઈ.

ઈએમએ  દ્વારા માહિતી પ્રદાન કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે નિયમનકારી એજન્સી છે, જે યુરોપિયન દેશોમાં વેક્સિનને મંજૂરી આપનારી રેગ્યુલેટરી એજન્સી છે. તેને ઘણા મહિના પહેલાં જ એવી આશંકા હતી કે કેટલીક કંપનીઓની વેક્સિનના ડેટાને એક્સેસ કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે ફાઇઝર અને બાયોએન્ટેક કંપની પર પણ સાઇબર હુમલાના અનેક નિષ્ફળ પ્રયાસો થયા હતા.

યુરોપના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે તેના કારણે નેધરલેન્ડે તો પોતાના દેશમાં પાંચ અઠવાડિયાનું લોકડાઉન લગાવી દીધુ છે. આ બાબતે નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ માર્ક રૂટે દેશમાં પાંચ સપ્તાહના કડક લોકડાઉનની જાહેરાત કરી છે. રૂટે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોરોનાવાયરસને રોકવા માટે આના કરતાં કોઈ અન્ય વધુ અસરકારક ઉપાય નથી. તેમણે હતું કહ્યું- અમે કડક લોકડાઉન લગાવવા જઈ રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન શાળાઓ, દુકાનો, સંગ્રહાલયો અને જીમ બંધ રહેશે. 19 જાન્યુઆરી પહેલાં કોઈપણ પ્રકારની રાહતની અપેક્ષા નથી. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં પરિસ્થિતિ વિનાશક બનતા અટકાવવામાં આવે અને આ માટે કડક પગલાં ભરવા જ પડશે.

એ જ સમયે, જ્યારે માર્ક લોકડાઉનની ઘોષણા કરી રહ્યા હતા ત્યારે તેમની ઓફિસની બહાર હજારો પ્રદર્શનકારો કડકાઈના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રહ્યા હતા. સરકારે કહ્યું હતું કે કોઈપણ ઘરમાં વધુમાં વધુ બે મહેમાન જ આવી શકશે અને આ માટે સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરવી પડશે. જોકે માનવામાં આવે છે કે સરકાર 24થી 26 ડિસેમ્બર દરમિયાન થોડી રાહત આપી શકે છે.

_Vinayak