Site icon Revoi.in

ફોન-પેને મળી આઈપીએલ ટૂર્નામેન્ટ માટે 6 સ્પોન્સરશિપ

Social Share

મુંબઈ: વોલમાર્ટની માલિકીની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ફોનપેએ ગુરુવારે કહ્યું હતું કે, તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે છ સ્પોન્સરશિપ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ફોનપે ઓફીશીયલ બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા સિવાય કો-પ્રેઝેટિંગ સ્પોન્સરશિપ ડિઝની હોટસ્ટાર સાથે સહકારી સ્પોન્સરશિપ પણ છે. ફોનપે આઈપીએલની ચાર ટીમો – મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલને સ્પોન્સરશિપ કરી રહી છે.

આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે ફોનપે આઇપીએલની કો-સ્પોન્સરીંગ કરી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, ફોનપેનું આઈપીએલ અભિયાન ઘણા ટીવી, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલશે. આઈપીએલ 2021 ના પ્રચારના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ ડિસેમ્બર 2022 સુધીમાં 280 મિલિયન યુઝર્સ બેઝને 500 મિલિયન સુધી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ફોનપે ઉપરાંત ટાયર બનાવનાર કંપની બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝએ પણ બુધવારે કહ્યું હતું કે, તેણે આઈપીએલની આગામી સીઝન માટે સાત ટીમોને સ્પોન્સર કરવા માટે જોડાણ કર્યું છે. બીકેટી ટાયર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,આગામી ટી -20 લીગમાં કંપની મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઈટ રાઇડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે સત્તાવાર ટાયર પાર્ટનર હશે.

2022 થી આઈપીએલમાં 10 ટીમો ભાગ લેશે,જેના માટે બીસીસીઆઇએ મે મહિનામાં આગામી સીઝનના અંતિમ તબક્કા દરમિયાન હરાજી કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી – 20 ટૂર્નામેન્ટની 14 મી સીઝન 9 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચથી શરૂ થશે.

-દેવાંશી

Exit mobile version