Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં ટ્રેનિંગ દરમિયાન મંદિર પર પ્લેન પડ્યું,1 પાયલોટનું મોત,એક ઘાયલ

Social Share

ભોપાલ:મધ્યપ્રદેશના રીવામાં ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું.આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હતું.ત્યાં અન્ય એક ઘાયલ થયો હતો.દુર્ઘટના દરમિયાન પ્લેન એક ઝાડ અને મંદિર સાથે પણ અથડાયું હતું.ઘટના ચોરહાટ પોલીસ સ્ટેશન હેઠળના ઉમરી ગામની છે.

આ બે સીટર પ્લેન ગઈકાલે રાત્રે 11:00 થી 11:30 વચ્ચે ક્રેશ થયું હતું.જેમાં ટ્રેનરનું મોત થયું હતું, જ્યારે ટ્રેઇની પાયલટ ઘાયલ થયો હતો.દુર્ઘટના સમયે, આ બે સીટર પ્લેન પહેલા એક ઝાડ સાથે અથડાયું, પછી મંદિરના ગુંબજ સાથે અથડાયું અને જમીન પર પડ્યું.

પાયલોટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તાલીમાર્થીની રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.તેમની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે. રેવા ચોરહાટા એરસ્ટ્રીપથી ઉડાન ભર્યા બાદ વિમાન ત્રણ કિલોમીટર દૂર ક્રેશ થયું હતું.

રાજધાની ભોપાલથી લગભગ 400 કિલોમીટર દૂર રીવા જિલ્લામાં થયેલા આ અકસ્માત અંગે ચોરહટ્ટા પોલીસ સ્ટેશનના પ્રભારી જેપી પટેલે જણાવ્યું કે, આ અકસ્માતમાં 30 વર્ષીય કેપ્ટન વિશાલ યાદવનું મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રેઇની પાઇલટ અંશુલ યાદવ ઘાયલ થયા હતા.