Site icon Revoi.in

અમદાવાદમાં ડાક અને પેન્શન અદાલતનું આયોજન

Social Share

અમદાવાદઃ ટપાલ સેવા અને પેન્સનના લગલા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં તા. 4 જાન્યુઆરીના રોજ ડાલ અદાલત અને પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. સામાન્ય પ્રજા અને પેન્શનરો પોતાની ફરિયાદ ઓનલાઈન પણ કરી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટપાલ સેવા અને પેન્શનને લઈને ફરિયાદ તા. 28મી ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તેમજ હાલની કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં લેતા જો કોઈ નાગરિક-પેન્શનર વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાવા માંગતા ફરિયાદીઓએ મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેથી તેમને વીસીમાં જોડાવા માટેની જરૂરી લીંકની જાણ કરી શકાય.