Site icon Revoi.in

તહેવારના સમયમાં ફરવાનું પ્લાન બનાવો છો? તો જાણી લો આ સ્થળો વિશે

Social Share

આપણા દેશમાં તહેવારની સિઝન આવે અને તરત જ લોકો ફરવા માટે તૈયાર થઈ જાય છે, જો કે તે વાત પણ લોકો કેમની ભૂલી શકે કે આપણા દેશમાં પ્રવાસન સેક્ટર બહુ મોટુ સેક્ટર છે અને દેશની અર્થ વ્યવસ્થામાં આ મોટો ફાળો પણ આપે છે. પણ આ વખતે આપણે વાત કરીશુ ફરવા લાયક સ્થળો વિશેની તો, ફરવા જવાની તૈયારી કરતા લોકોએ આ સ્થળો વિશે જરૂરથી વિચારવું જોઈએ.

જો તમે ટ્રેકિંગની મજા લેવા માંગતા હોવ તો તમે તવાંગ જઈ શકો છો. અહીંનું શાંત વાતાવરણ તમને હળવાશનો અનુભવ કરાવશે. અહીં તમે ગોરોચન પીક, સેલા પાસ અને તવાંગ મઠ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ઉદયપુર તળાવોના શહેર તરીકે પણ પ્રખ્યાત છે. તમે અહીં સુંદર તળાવો અને મહેલો જોવાનો આનંદ માણી શકશો. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

ઉત્તરાખંડમાં સ્થિત ઋષિકેશની મુલાકાત લેવાની ઘણી મજા આવશે. તમે અહીં માઉન્ટેન બાઇકિંગ, વોટરફોલ ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકો છો. ગંગાના કિનારે આરતીમાં ભાગ લઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ફરવા માટે એટલી બધી સરસ જગ્યાઓ છે અને તેને ફરવા માટે આમ તો વર્ષોના વર્ષ પણ ઓછા પડે. ભારતમાં દરેક સ્થળો પોતાની અલગ ખાસ બાબતો અને સુંદરતાને લઈને પ્રખ્યાત છે.