Site icon Revoi.in

રાશિ પ્રમાણે આ રંગથી રમો ધૂળેટી,વર્ષભર ચમકશે ભાગ્ય

Social Share

6 માર્ચે હોલિકા દહન કરાયું હતું જયારે આવતીકાલે 8 માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવામાં આવશે.જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિ માટે એક શુભ રંગ નક્કી કરવામાં આવ્યો છે.જો તમે ધૂળેટી પર આ રંગનો ઉપયોગ કરશો તો તમને આખા વર્ષ માટે ચોક્કસથી શુભ ફળ મળશે.તો આવો જાણીએ આ ધૂળેટી પર કયા લકી કલર સાથે ધૂળેટી રમવી.

મેષ અને વૃશ્ચિક 

મેષ અને વૃશ્ચિક રાશિ પર મંગળનું શાસન છે અને મંગળનો રંગ લાલ છે. એટલા માટે જો આ બે રાશિના લોકો ધૂળેટી પર લાલ રંગના ગુલાલનો ઉપયોગ કરે તો તે યોગ્ય રહેશે.તમે નારંગી અથવા ગુલાબી રંગથી પણ ધૂળેટી રમી શકો છો.

વૃષભ અને તુલા

જો તમારી રાશિ વૃષભ અથવા તુલા છે, તો તમારા માટે સફેદ અથવા ગુલાબી રંગ સૌથી વધુ શુભ રહેશે.તમારી રાશિનો સ્વામી શુક્ર છે.આ ગ્રહ શાંતિ પ્રિય માનવામાં આવે છે.વૃષભ અને તુલા રાશિના લોકો ગુલાબી અને સફેદ રંગોથી ધૂળેટી રમી શકે છે.જો તમે ઇચ્છો તો સફેદને બદલે બ્રાઇટ કલરનો પણ ઉપયોગ કરી શકો છો.

કન્યા અને મિથુન 

કન્યા અને મિથુન રાશિના લોકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. આ બંને રાશિઓનો સ્વામી બુધ છે.આ ગ્રહની રાશિઓ માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે.કહેવાય છે કે જ્યારે આ રાશિના લોકો લીલા રંગનો ઉપયોગ કરે છે તો જીવનમાં ખુશીઓ આવે છે.જોકે, લીલા રંગ સિવાય તમે નારંગી અને પીળા રંગોથી પણ ધૂળેટી રમી શકો છો.

મકર અને કુંભ 

ન્યાયના દેવતા શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. કાળો અને વાદળી તેમના શુભ રંગ છે. તેથી જ ધૂળેટીના દિવસે, તમે કાળા, વાદળી અથવા જાંબલી રંગોથી ધૂળેટી રમી શકો છો.

ધનુ અને મીન

દેવ ગુરુ બૃહસ્પતિને ધનુ અને મીન રાશિના સ્વામી માનવામાં આવે છે.આ રાશિઓ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે.અને ભગવાન વિષ્ણુને પીળા અને કેસરી રંગો ખૂબ જ પસંદ છે.એટલા માટે ધનુ અને મીન રાશિના લોકો ધૂળેટીના દિવસે આ બંને રંગો સાથે ધૂળેટી રમી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને આ રાશિના જાતકોનો શુભ રંગ સફેદ છે.તેથી જ જો તમે સફેદ અથવા તેજસ્વી રંગોથી ધૂળેટી રમો તો તે વધુ સારું રહેશે.

સિંહ રાશિ

ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિના સ્વામી હોય છે.સામાન્ય રીતે આ રાશિના લોકો આક્રમક વલણ ધરાવતા માનવામાં આવે છે. આ રાશિના લોકો માટે લાલ, કેસરી અને પીળો રંગ શુભ છે. એટલા માટે તમે આ ત્રણમાંથી કોઈપણ રંગ સાથે ધૂળેટી રમી શકો છો.