Site icon Revoi.in

પીએમ મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અભિનંદન આપ્યા

Social Share

દિલ્લી: જો બાઇડેનએ બુધવારે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ અને કમલા હેરિસએ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાના નવા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારત-અમેરિકાની ભાગીદારી વધારવા તેમની સાથે કામ કરવા ઉત્સુક હોવાનું જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનને અભિનંદન આપતાં કહ્યું હતું કે,”અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો પદ સંભાળનારા જો બાઇડેનને શુભેચ્છાઓ.” હું ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. પીએમ મોદીએ કહ્યું કે, હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની નવી ટીમને સફળ કાર્યકાળ માટે શુભકામના પાઠવું છું, કારણ કે ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ અને સલામતી માટે એક થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, “હું અમેરિકાના નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરીને ભારત અને અમેરિકાની ભાગીદારીને નવી ઉંચાઈ આપવા માટે સંકલ્પિત છું.” મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળતાં ભારતીય મૂળના કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ એક ઐતિહાસિક પ્રસંગ છે.ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબુત બનાવવા માટે અને તેના સાથે વાતચીત કરવાની આશા કરું છું. ભારત-અમેરિકાની ભાગીદારી આપણા માટે ફાયદાકારક છે.

-દેવાંશી