Site icon Revoi.in

પીએમ મોદીએ IFS  દિવસ પર આ સેવા સાથે જોડાયેલા અધિકારીઓની સરહાના કરી

Social Share

દેશમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વિદેશી સેવા દિવસ પર આ સેવા સાથે સંકળાયેલા અધિકારીઓને અભિનંદન  પાઠવીને તેમની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પીએમ મોદી એ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે, “આઈએફએસ દિવસ પર, હું આ સેવા સાથે સંકળાયેલા અધિકારીઓને અભિનંદન આપું છું. વૈશ્વિક સ્તરે રાષ્ટ્રીય સેવા અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવાનું તેમનું કાર્ય પ્રશંસનીય છે. વંદે ભારત અભિયાન અને કોરોના મહામારી દરમિયાન તેમના અને અન્ય દેશોના નાગરિકોને મદદ કરવાના તેમના પ્રયત્નો યાદગાર છે”.

વિદેશ મંત્રી જયશંકરેપણ  અધિરાકીઓ પ્રસંશા કરી

આ બાબતે વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું, હું વિદેશ મંત્રાલયની ટિમને શુભેચ્છા પાઠવું છું. અમે દરેક પડકારોનો સામનો કર્યો .વર્તમાન પડકારોમાં આપણે વધુ સારું કામ કરવું પડશે. કોરોના કટોકટીમાં તમારું સમર્પણ અને મહેનત પ્રશંસનીય છે. ડિજિટલ માધ્યમથી આપણી અનુકૂલનક્ષમતા વખાણવા યોગ્ય છે. આપણે ભારત અને તેના હિતો વિશે વૈશ્વિક સમજ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલય કુડાશેવ એ ભારતીય રાજદ્વારીઓને આઈએફએસ ડે પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું: દેશની સેવા કરતા ભારતીય રાજદ્વારીઓને ભારતીય વિદેશી સેવા દિવસની શુભકામના.

સાહીન-