Site icon Revoi.in

દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પીએમ મોદીએ કર્યો આરંભ – કેવડિયાથી અમદાવાદમાં પીએમ મોદીનું આગમન

Social Share

દેશના વડા પ્રધાન મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે, તેમણે આજ રોજ સરદાર પટેલની જન્મ જંયતિ પર તેમની  પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી, ત્યાર બાદ કેવડિયા ખાતે યોજાયેલ પરેડનો ભાગ બન્યા હતા અને અહી તેઓએ સીવિલ અધિકારીઓનું સંબોધન કર્યું હતું. આ સાથે જ આજ રોજ પીએમ મોદીએ દેશના પ્રથમ સી પ્લેન સેવાનો આરંભ કર્યો છે

તેમણે કેવડિયા ખાતે સી પ્લેનનું ઉદ્ધાટન કર્યું છે, તેઓ કેવડિયાથી દેશના પ્રથમ સી પ્લેનમાં બેસીને અમદાવાદ રિવરફ્રંટ ખાતે આવી પહોચ્યા હતા, પીએમ મોદીએ સી પ્લેનનું ઉદ્ધાટન કર્યું છે,હવેથી તમામા લોકો અમદાવાદ સાબરમતીથી કેવડિયાની યાત્રા કરી શકશે, સી પ્લેન દ્વારા અમદાવાદ-કેવડિયા વચ્ચેનું કુલ 220 કિલોમીટરનું અંતર હવે આ સી પ્લેનના માધ્યમથી માત્ર 30 મિનિટમાં કાપી શકાશે.

પીએમ મોદીના આગમનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અમદાવાદ એસપીજી  અમદાવાદ શહેર પોલીસ, ફાયર બ્રિગેડ અને આઈબી ની ટીમ પર સુરક્ષામાં ગોઠવાય છે, સાબરમતી નદીમાં પણ મોદીની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગાઠવાયો છે.જો કે પીએમ મોદીના આગમનને કારણે સામન્ય લોકો માટે બંધ કરાયો છે, સુરક્ષા માટે મરીન પોલીસ સતત સાબરમતી નદીમાં પેટ્રોલિંગમાં જોતરાઈ છે.

સાહીન-