Site icon Revoi.in

પીએમ મોદીની સુઝુકી મોટર કોર્પોરેશનના વરિષ્ઠ સલાહકાર ઓસામુ સુઝુકી સાથે મુલાકાત

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મે 2022ના રોજ ટોક્યોમાં સુઝુકી મોટર કોર્પોરેશનના વરિષ્ઠ સલાહકાર ઓસામુ સુઝુકીને મળ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાનએ ભારતમાં સુઝુકીના જોડાણ અને યોગદાનને યાદ કર્યું અને ભારતના ઓટોમોટિવ ઉદ્યોગમાં સુઝુકી મોટર્સની પરિવર્તનશીલ ભૂમિકાની પ્રશંસા કરી. તેઓએ પ્રશંસા કરી કે સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિમિટેડ અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ સેક્ટરમાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સ (PLI) સ્કીમ હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં સામેલ હતા.

તેઓએ ટકાઉ વૃદ્ધિના લક્ષ્યને સાકાર કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીઓ તેમજ રિસાયક્લિંગ કેન્દ્રો માટે ઉત્પાદન સુવિધાઓની સ્થાપના સહિત ભારતમાં રોકાણની વધુ તકોની ચર્ચા કરી. તેઓએ જાપાન-ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ (JIM) અને જાપાનીઝ એન્ડોવ્ડ કોર્સીસ (JEC) દ્વારા કૌશલ્ય વિકાસ સહિત ભારતમાં સ્થાનિક ઈનોવેશન સિસ્ટમના નિર્માણ માટેની વ્યૂહરચનાઓની પણ ચર્ચા કરી.

Exit mobile version