Site icon Revoi.in

પીએમ મોદી આજે ‘કોવિન ગ્લોબલ સમિટ’ને સંબોધિત કરશેઃ 50થી વધુ દેશોએ રસીકરણના ડિજિટલ પ્લેટફોર્મમાં રસ દાખવ્યો

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સોમવારે કોવિન ગ્લોબલ સમિટમાં તેમના વિચારો શેર કરશે, જ્યાં ભારત કોવિન મંચ પર અન્ય દેશો માટે ડિજિટલ જાહેર સેવા તરીકે રજૂઆત કરશે જેથી કરીને તેઓ પોતાના કોવિડ 19 રસીકરણ અભિયાનને સંચાલિત કરી શકે.

કેનેડા, મેક્સિકો, નાઇઝિરિયા, પનામા અને યુગાન્ડા સહિતના લગભગ 50 દેશોએ રસીકરણ અભિયાનના ડિજિટલ પ્લેટફોર્મ કોવિનને અપનાવવામાં હવે રસ દાખવ્યો છે. આ માહિતી તાજેતરમાં નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડો. આર એસ શર્મા દ્રારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આ સોફ્ટવેરને નિશુઃલ્ક સોસેવા તરીકે શેર કરવા માટે તૈયાર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આ ડિજિટલ સમિટનું ઉદ્ઘાટન કરશે. વિદેશ સચિવ એચ.વી. શ્રીંગલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને શર્મા પણ સંબોધન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એનએચએએ તેની વેબસાઇટ પર એક નિવેદન જોરી કરતા કહ્યું છે કે ડિજિટલ સમિટમાં વિવિધ દેશોના આરોગ્ય અને ટેકનોલોજીના નિષ્ણાતોનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. એનએચએએ કહ્યું, “ભારત કોવિડ -19 સામેની સંયુક્ત લડાઇમાં કોવિનને લઈને વિશ્વ સાથે હાથ મિલાવવા માટે રાહ જોઈ રહ્યું છે.”

તેમના જણઆવ્યા પ્રમાણે વડા પ્રધાને અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે આ મંચનું ઓપન સંસ્કરણ તૈયાર કરો અને તેને ઇચ્છતા કોઈપણ દેશને વિના મૂલ્યે આપો. એનએચએએ ટિ્‌વટ કર્યું છે કે, ” આ ઘોષણા કરતા અમને ખુશી થાય છે કે,માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોવિન ગ્લોબલ સમિટમાં તેમના વિચારો શેર કરશે અને ભારત કોવિડ -19 સામેની લડતમાં કોવિનને વિશ્વ સમક્ષ પ્રદાન કરશે.”