Site icon Revoi.in

સોમવારે પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે: કોરોના વેક્સીનને લઈને માંગશે સૂચનો

Social Share

અમદાવાદ: દેશભરમાં 8 જાન્યુઆરીના સફળ કોરોના વેક્સીન ડ્રાઇ રન બાદ હવે વેક્સિનેશનની તૈયારી શરૂ થઇ છે. દેશભરમાં વેક્સિનેશન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક 11 જાન્યુઆરીએ યોજનાર છે.

વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. બપોરે 4 કલાકે દેશના તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક બાદ દેશભરમાં 12 અથવા 13 તારીખના રોજ વેક્સિનેશન શરૂ કરવામાં આવી શકે છે..

દેશભરમાં વેક્સિનેશન પહેલા મોકડ્રિલના ભાગરૂપે વેક્સિનેશન માટે 2 ટ્રાયલ રન કરવામાં આવ્યા હતા. હવે સંપૂર્ણ રૂપથી વેક્સિનેશન કરવામાં આવશે.

દેશભરમાં સૌથી પહેલા ફ્રન્ટલાઇન વોરીયર્સને કોરોના વેક્સીન આપવામાં આવશે. જેમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સનો સમાવેશ થઇ રહ્યો છે. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ અને સફાઈ કામદારોનો સમાવેશ થશે..ત્યારબાદ પોલીસ કર્મીઓનો ટર્ન આવશે. એટલું જ નહિ કોરોના વેક્સીન 50 વર્ષથી વધુ ઉંમરના દેશના તમામ વડીલોને આપવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા હવે 2,25,449 છે અને આ આંકડો મહામારીના કુલ કેસમાં ફક્ત 2.16 ટકા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,139 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 20,539 દર્દીઓ સાજા થયા છે.

-દેવાંશી