Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષના પહેલા દિવસે ઉત્તરપ્રદેશ સહિત છ રાજ્યોમાં લાઇટહાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષના પહેલા દિવસે ઉત્તરપ્રદેશ સહિત છ રાજ્યોમાં લાઇટહાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગે માહિતી આપી છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2021ના રોજ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ટ‌વિટ કર્યું કે, 1 જાન્યુઆરી 2021 ના રોજ તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને ત્રિપુરામાં વડાપ્રધાન દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ, પીએમ મોદી માટે તમામ લોકો માટે ઘરના સપનાને લઈને નવો વેગ મળશે. ”

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના જણાવ્યા મુજબ, આ પ્રસંગે પીએમએવાય અને આશા-ઇન્ડિયા એવોર્ડ વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે.

-દેવાંશી