Site icon Revoi.in

પીએમ મોદી–ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થશે, અમેરિકાએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થીથી ઈનકાર કર્યો

Social Share

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાતની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર મુદ્દે તે કોઈપણ પ્રકારની મધ્યસ્થી કરવા ઈચ્છતું નથી, જેથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક અમેરિકી અધિકારીની નજરમાં બંને નેતાઓ વચ્ચે સકારાત્મક સંબંધો છે અને આ બેઠકને નિશ્ચિત માનવામાં આવે છે. હજી સુધી મુલાકાતનો સમય અને સ્થળ જાહેર કરવામાં કરાયું નથી. અધિકારીએ જણાવ્યું, “મને ખાતરી છે કે તમે મોદી અને ટ્રમ્પની મુલાકાત જોશો. તેમના સંબંધો ખૂબ જ સકારાત્મક છે. ક્વાડ સમિટ અને અન્ય મુદ્દાઓ પર અમે કામ કરી રહ્યા છીએ. કોઈક સમયે આ બેઠક નિશ્ચિત થશે, કદાચ આ વર્ષે નહીં તો આગામી વર્ષે.”

કાશ્મીર મુદ્દા પર તેઓએ સ્પષ્ટતા કરી છે કે, કાશ્મીર મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે અને ટ્રમ્પ પ્રશાસન કોઈપણ પ્રકારની મધ્યસ્થી કરવા માટે સક્રિય નથી. અધિકારીએ જણાવ્યું, “અમે મદદ આપવા તૈયાર છીએ જો માંગવામાં આવે, પરંતુ મૂળ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉકેલવો જરૂરી છે.”

Exit mobile version