Site icon Revoi.in

પીએમ મોદી આવતીકાલે સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણ પ્રક્રિયાનો કરાવશે આરંભ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે ધટી રહ્યું છે. કોરોના સામેની અંતિમ લડાઈમાં આવતીકાલથી સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણ શરૂ કરવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.30 કલાકે સમગ્રદેશમાં કોરોનાની રસીકરણના મહાઅભિયાનનો શુભારંભ કરાવશે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે.

વડાપ્રધાન કાર્યલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન દ્વારા 16 જાન્યુઆરીએ કોવિડ-19 રસીકરણ અભિયાન દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 3000થી વધુ સ્થળોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત રાજ્યોમાં કોવિડ-19ની રસી મોકલવામાં આવી છે. કોરોના સામે રક્ષણ માટે રસીકરણ પ્રક્રિયા શનિવારે 3000 કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર દૈનિક એક સત્રમાં લોકોને રસી આપવામાં આવશે.

કોવિડ-19 મહામારી, રસીકરણ અને તેના ડિજીટલ પ્લેટફોર્મ સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે 24 કલાક અને સાત દિવસ સંચાલિત 1075 કોલ સેન્ટર અને હેલ્પલાઇનની સ્થાપના કરવામાં આવી છે. લોક ભાગેદારીના સિદ્ધાંત પર કોવિડ-19 રસીકરણના અભિયાનને શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.