Site icon Revoi.in

સરદાર વલ્લભભાઇ પટેલની આજે 70મી પુણ્યતિથિ, પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

Social Share

અમદાવાદ: ભારતના પહેલા ગૃહમંત્રી અને આયર્ન મેનના નામથી જાણીતા સરદાર વલ્લભભાઇ પટેલની આજે 70 મી પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમને નમન કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે,સશક્ત,સુદ્રઢ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પુણ્યતિથિ પર શત-શત નમન. તેમના દેખાડેલા માર્ગ આપણને દેશની એકતા,અખંડિતતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.

તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, સરદાર પટેલજીનું જીવન અને વ્યક્તિત્વ એટલું વિશાળ છે કે,જેને શબ્દોથી વર્ણવી શકાતું નથી. સરદાર સાહેબ ભારતની એકતા અને શક્તિનું પ્રતીક છે. તેમણે જટિલ થી જટિલ સમસ્યાઓનું સમાધાન કરી એક એક અખંડ ભારતને આકાર આપ્યું. તેમનું અડગ નેતૃત્વ અને રાષ્ટ્ર સમર્પણ હંમેશાં માર્ગદર્શન કરતુ રહેશે.

સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડામાં થયો હતો. 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઇમાં હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું.

-દેવાંશી