Site icon Revoi.in

પીએમ નરેન્દ્ર મોદીને ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેંટ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા અઠવાડિયામાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન CERAWeek ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેંટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશે. વડાપ્રધાન મોદી સેરાવીક સંમેલન-2021 માં પોતાનું મુખ્ય ભાષણ પણ આપશે. આ સંમેલનનું આયોજન 1 થી 5 માર્ચ દરમિયાન યોજાશે. જેની જાણકારી આ સંમેલનના આયોજક IHS Markit શુક્રવારે આપી હતી.

સંમેલનમાં મુખ્ય વક્તાઓમાં જળવાયું જોન કેરી માટે અમેરિકી વિશેષ રાષ્ટ્રપતિ દૂત, બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ અને બ્રેકથ્રુ એનર્જી બિલ ગેટ્સના સ્થાપક અને સાઉદી અરામકોના સીઈઓ અમીન નાસિર સામેલ છે.

IHS Markit ના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના અધ્યક્ષ ડેનિયલ યેરગિને કહ્યું હતું કે,દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ભૂમિકા પર વડાપ્રધાન મોદીના દ્રષ્ટિકોણને લઈને અમે તત્પર છીએ. દેશ અને દુનિયાની ભાવિ ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા ટકાઉ વિકાસમાં ભારતનું નેતૃત્વ વધારવાની તેમની પ્રતિબદ્ધતા બદલ અમે તેમને CERAWeek ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેંટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં ખુશ છીએ.

વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન, ઉર્જા ઉદ્યોગના નેતાઓ,નિષ્ણાતો, સરકારી અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ,તકનીકી ક્ષેત્રના નેતાઓ, નાણાકીય અને ઓદ્યોગિક સંસ્થાઓ અને ઉર્જા તકનીકી નવીનતાઓનો એક સમૂહ છે.

-દેવાંશી

Exit mobile version