Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરની હવામાં ભળી ગયું ઝેર,અત્યારે રાહતની કોઈ ઉમ્મીદ નહીં

Social Share

દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની હવામાં ઝેર ભળી ગયું છે. પ્રદૂષણ સામે લડવાની તૈયારીઓને લગતા તમામ દાવા અને વ્યવસ્થા પોકળ સાબિત થઈ રહી છે. ચારે બાજુ ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર એન્ટી સ્મોગ ગન તૈનાત છે, પરંતુ તે માત્ર દેખાડો બની ગઈ છે. દરેક વ્યક્તિ આંખમાં થતી  બળતરાથી પરેશાન છે.

શનિવારે સવારે પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર 286 પર પહોંચી ગયું છે. આ સાથે નોઈડામાં AQI 255 પણ નોંધવામાં આવ્યો હતો. હાલમાં, હરિયાણાના ગુરુગ્રામમાં ઓછું પ્રદૂષણ છે. અહીં AQI લેવલ 200 સુધી પહોંચી ગયું છે, પરંતુ એ જાણીને કે આ માત્ર શરૂઆત છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ હવાની ગુણવત્તા વધુ બગડશે. નિષ્ણાંતોના મતે દિલ્હી-એનસીઆરની હવાને સૌથી વધુ નુકસાન ફટાકડાં અને હરિયાણા-પંજાબમાં સળગાવવામાં આવી રહેલી પરાલીથી થાય છે.

એવું નથી કે દિલ્હી સરકાર પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો નથી કરી રહી, પરંતુ તેના પ્રયાસો અપૂરતા જણાય છે. સરકારે ઘણી જગ્યાએ ‘રેડ લાઇટ ઓન એન્જિન ઓફ’ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે, આ સિવાય સરકાર અને સત્તાવાળાઓએ પાણીના છંટકાવ માટે વિવિધ સ્થળોએ સ્મોગ ગન પણ લગાવી છે. આ સાથે, ઘણી મોબાઈલ સ્મોગ ગન પણ કામ કરી રહી છે, પરંતુ પ્રદૂષણ ઓછું થઈ રહ્યું નથી.

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ વચ્ચે ઘણી એજન્સીઓએ તેનાથી સંબંધિત ડેટા આપવાનું બંધ કરી દીધું છે. માહિતી અનુસાર, દિલ્હી સરકાર અને રાજ્યના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે IIT-કાનપુર દ્વારા રિયલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ સ્ટડી 18 ઓક્ટોબરથી રોકી દેવામાં આવી છે. બીજી તરફ, કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની બે અન્ય એજન્સીઓએ પણ પ્રદૂષણના સ્ત્રોતોની માહિતી શેર કરવાનું બંધ કરી દીધું છે.