Site icon Revoi.in

નીતિ આયોગએ લોંચ કરી ક્લાઉડ સર્વિસ ડિજિબોસ્ક જે 20 GB સ્ટોરેજ ફ્રી આપશે – જાણો શું છે આ સર્વિસના ફાયદા

Social Share

દિલ્હીઃ-જો તમેભારતીય ક્લાઉડ સર્વિસની શોધમાં છો તો હવે ભારત સરકાર દ્વારા તેને પૂર્ણ કરવામાં આવ્યું છે. નીતિ  આયોગએ ડિગીબોક્સ નામની પોતાની નવી ક્લાઉડ સર્વિસ શરૂ કરી છે. ડિજિબોક્સ 15 ઓગસ્ટના લોંચ કરવામાં આવનાર હતું જો કે તે  શક્ય નહોતું બન્યું.

જો હવે ડિજિબોક્સની કિંમતની જો વાત કરીએ તો બજારોની કિંમત કરતા ઘણી રહાતદાયક છે. ડિજિબોક્સ પર જે ડેટો સ્ટોર થશે તે ભારતમાં જ રહેશે,  ડિજિબોક્સને હાલ વેબ એક્સેસ કરવામાં આવી શકે છે, આ સાથે જ થોડા જ સમયમાં એન્ડ્રોઈડ અને આઇઓએસ માટે પણ સેવા લોંચ કરવામાં આવશે.

ડેટા સ્ટોર કરવા માટેની ખાસ સુવિધા છે ડિજિબોક્સ સર્વિસ

ડિજિબોક્સના માધ્યમથી એક આઈડી બનાવીને તમે તમારા ડેટા સ્ટોર કરી શકો છો અને ઇ-મેઇલના માધ્યમથી  મોબાઇલ નંબર સાથે બીજા લોકો સાથે પણ શેર પણ થઈ શકે છે. તેમાં ઓન ડિમાંડ, રીઅલ ટાઇમ એક્સેસ અને એડિટિંગ જેવી  ઘણી સુવિધાઓ છે.  જેમાં તમામ ફોર્મેટને સપોર્ટ આપવામાં આવ્યો છે, ડિજિબોક્સની ફાઈલને ઈન્સટાશેરના માધ્યમથી તરત શેર પણ કરી શકાશે.

ડિજિબોક્સ સર્વિસ સ્ટોરેજના આ ખાસ ફાયદાઓ

આ સર્વિસમાં 999 રુપિયા વાળા પ્લાનમાં 50 ટીબી સુધી સ્ટોરેજ આપવામાં આવી છે અને ફાઇલ અપલોડ કરવા માટે મહત્તમ સાઇઝ 10 જીબી હશે.જેમાં 5૦૦ લોકોની એક્સેસ મળી શકે છે. આમ જોવા જઈએ તો ખાસ રીતે આ સર્વિસ જી-સૂટ જેવી છએ જે નાની કંપનીઓ માટે છે.

સાહિન-