Site icon Revoi.in

પૂજાબેદી અને તેના મંગેતરને થયો કોરોના-  એક્ટ્રેસે વેક્સિન ન લેવાનું જણાવ્યું કારણણ

Social Share

મુંબઈઃ- તાજેતરમાં સમગ્ર ભઆરતમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ નહીવત જોવા મળે છે જો કે દેશના કેટલાક રાજ્યોમાં હાલ પણ કોરોનાના કેસો આવી રહ્યા છએ તેવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે જ તેના મંગેતરના કોરોના રિપોર્ટ પણ પોઝિટિ આવ્યો છે.

અભિનેત્રીએ  એક વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે કહ્યું કે શરૂઆતમાં તેને ખાંસી અને શરદીની એલર્જી હતી. જ્યારે તેને તાવ આવ્યો ત્યારે તેણે કોરોનાનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. પૂજા બેદીની સાથે, તેના મંગેતર અને ઘરની હેલ્પરને પણ કોરોના એ પોતાની ઝપેટમાં લીઘા છે.

શેર કરેલા પૂજા બેદી કહી રહી છે કે ‘મારોકોરોના  ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મારા ગળામાં એલર્જી હતી. હું મારા કબાટની સફાઈ કરી રહી હતી તો મને ધૂળની એલર્જી હશે એમ લાગ્યું . પછી મને તાવ આવ્યો. જ્યારે મેં પરીક્ષણ કરાવ્યું, ત્યારે મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા. ‘તેણીએ કહ્યું કે તે તમામ સલામતીનાં પગલાં અપનાવી રહી છે.

પૂજા બેદી આ વીડિયોમાં આગળ કહી રહી  છે કે,આપણાને ખબર હોવી જોઈએ કે ‘વેક્સિન આવવાના પહેલા જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તેમાંથી 90 ટકા લોકોના જીવ બચ્યા છે અને વેક્સિન આવ્યા પછી 99 ટકા લોકોના જીવ બચી ગયા છે,આપણે ડરવાની નહી પરંતુ સુરક્ષા રાખીને સતર્ક રહેવાની જરુર છે.

પૂજા બેદીએ વેક્સિન ન લેવાનો નિર્ણય લીધો -જણાવ્યું તેનું કારણ

તેણે કેપ્શનમાં લખ્યું છે કે- ‘કોવિડ પોઝિટિવ, આખરે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. મેં રસી ન લેવાનો નિર્ણય કર્યો છે. અને આ મારો અંગત નિર્ણય છે કારણ કે હું મારી કુદરતી રોગપ્રતિકારકતા, વૈકલ્પિક સારવાર અને વેલનેસ પ્રેક્ટિસ મને સારું કરવામાં મદદ  કરે, તમે એજ કરો છો જે તમારા માટે યોગ્ય છે. દરેક વ્યક્તિએ પોતાનું રક્ષણ કરવું જોઈએ. ડરવું જોઈએ નહી.

 

Exit mobile version