Site icon Revoi.in

વિશ્વની વસ્તીમાં થશે ઘટાડો, જાણો આવુ ક્યારે અને કેમ થશે?

Social Share

દુનિયાના કેટલાક દેશોમાં વસ્તી વધારો એટલી હદે થયો છે કે જેના કારણે અનેક પ્રકારની સમસ્યા સર્જાય છેે. અતિવસ્તી ધરાવતા દેશ કે જેમાં ચીન, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા જેવા દેશનો સમાવેશ થાય છે. પણ એક સર્વેમાં એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 29 કરોડ જેટલી વસ્તી ઓછી થવાની સંભાવના છે અને વિશ્વના અનેક દેશોમાં વસ્તીની સંખ્યા ઓછી થશે.

ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 2021માં ચીનની વસ્તી 1.41212 અબજ હતી, જે વર્ષ 2021માં વધીને 1.41260 અબજ થઈ ગઈ છે. વર્ષ 2021માં ચીનની વસ્તીમાં માત્ર 4,80,000નો વધારો થયો છે.

શાંઘાઈ એકેડમી ઑફ સોશિયલ સાયન્સની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, વર્ષ 2100 સુધીમાં ચીનમાં વૃદ્ધોની વસ્તી કામકાજની વસ્તી કરતા વધી જશે.આ સિવાય આબાદીનું વર્ષ 2100માં ચીનની વસ્તી 587 મિલિયન થવાનો અંદાજ છે. જો આમ થશે તો ચીનની વસ્તી આજે છે તેના કરતાં અડધી થઈ જશે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુરોપની જેમ એશિયા અને દક્ષિણ અમેરિકામાં વસ્તી ઘટવા લાગશે. જો કે આફ્રિકામાં વસ્તી વધતી રહેશે, વિકાસ દર ધીમો રહેશે. નાઈજીરીયામાં 58 કરોડ લોકો વધવાની સંભાવના દર્શાવાઇ છે.

જો કે ઉલ્લેખનીય છે કે ભારત સહીત કેટલાક દેશોમાં એટલી રોજગારીનું સર્જન થતું નથી જેટલી સંખ્યામાં વસ્તી વધારો નોંધવામાં આવે છે અને તેના કારણે અનેક પ્રકારની સમસ્યાોઓ સર્જાય છે.