Site icon Revoi.in

પોરબંદરનું વહાણ ‘રાજ સાગર’ ઓમાનના દરિયામાં ડૂબ્યું, કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું મોત

Social Share

પોરબંદરઃ માલવાહક વહાણ ‘રાજ સાગર’ ઓમાનના દરિયામાં ડૂબતા કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ક્રુ મેમ્બર્સને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.  ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પોરબંદરના વહાણ ‘રાજ સાગર’એ જળ સમાધિ લીધી હતી. ‘રાજ સાગર’ વહાણ સલાલા બંદરથી જૂના વાહનો ભરીને યમન જવા માટે રવાના થયુ ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર શહેરના રાજ સાગર નામના માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધી લીધી હતી. આ ઘટનામાં જહાજના કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8 મેમ્બર્સને સ્થાનિક સુરક્ષા એજન્સી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનારા વહાણ સલાલા બંદરથી જુના વાહનો ભરીને યમન ખાતે જઇ રહ્યું હતું. જો કે ટેક્નિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,પોરબંદરનું રાજસાગર નામનું વહાણ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા બાદ યાંત્રિક ખામી સર્જાતા વહાણ દરિયામાં ડુબવા લાગ્યું હતું  જળસમાધિ લેનારા વહાણ રાજસાગર બે-ચાર દિવસ પહેલા જ દુબઇથી જૂના વાહનો ભરીને યમન જવા માટે નિકળ્યું હતું. આ વહાણ મોડીરાત્રીના ચાર વાગ્યાના અરસામાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દુર જળ સમાધી લીધી હતી. વહાણે જળ સમાધિ લઇ લેતા વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઇ આવી હતી.  કેપ્ટન તથા અન્ય એક ક્રુ મેમ્બરનાં મોતથી વહાણના અન્ય ક્રૂ મેમ્બરોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. અન્ય 8 વ્યક્તિઓનો સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા. ઓમાનના દરિયામાં ડુબેલું જહાજ પોરબંદરના ઇકુ ગગન શિયાળની માલિકીનું હતું. મોટા ભાગે દુબઇથી યમન વચ્ચે માલ-સામાનનું પરિવહન કરતું હતું. (FILE PHOTO)