Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, ઓસ્ટ્રેલિયામાં ખાલી કરાવાયા શહેર

Social Share

એક વખત ફરીથી ઈન્ડોનેશિયા ભૂંકના આંચકાથી કંપી ઉઠયું છે. સોમવારે પૂર્વ તિમોરમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંદા સાગરની 214 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે હાલમાં સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયાના ઘણાં શહેરોને પણ ખાલી કરાવવામાં આવ્યા છે.

ભૂકંપના કારણે પૂર્વ તિમોરમાં ઘણાં આંચકા અનુભવવામાં આવ્યા છે. રોયટર્સ પ્રમાણે, આચંકો લાગતા જ લોકો પોતપોતાના મકાનોમાંથી બહાર નીકળવા લાગ્યા અને કોઈ સુરક્ષિત સ્થાનો તરફ ભાગવા લાગ્યા હતા. જો કે અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ મળ્યા નથી.

ઈન્ડોનેશિયાના મશૂહર બાલી શહેરમાં પણ આંચકા મહેસૂસ કરાયા છે. સોશયલ મીડિયા પર લોકોએ આની જાણકારી આપી છે. ઈન્ડોનેશિયાથી દૂર ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં પણ આંચકા આવ્યા છે. ભૂકંપના કેન્દ્રબિંદુથી 700 કિલોમીટર દૂર ડાર્વિનમાં લોકો પોતપોતાના મકાનોમાંથી બહાર નીકળવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને આની જાણકારી આપી છે. અહીં પણ કોઈપણ પ્રકારનું કોઈ જ નુકસાન થયું નથી.

શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.2 જણાવવામાં આવી હતી. પરંતુ બાદમાં 7.5ની તીવ્રતા હોવાનુ જણાવવામાં આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રતળથી 220 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપના કેન્દ્રબિંદુની ઊંડાઈ ઘણી નીચે હોવાને કારણે સુનામીનો ખતરો હોવાનું જણાવવામાં આવ્યું છે.