Site icon Revoi.in

પ્રભાસ અને શ્રધ્ધા કપુરની ફિલ્મ ‘સાહો’ની સ્ટોરી જામી નહી છતાં પણ ‘સાહો’ની ધુમ કમાણી

Social Share

દક્ષિણના સુપરસ્ટાર ગણાતા પ્રભાસની ફિલ્મ સાહો હાલ રીલિઝ થઇ ચુક્યાને પણ 4 દિવસ થયા  છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો વકરો સારો દર્શાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મની પ્રભાસના ચાહકો આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા ,ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પણ ખૂબ પ્રમાણમાં થયુ હતું, ત્યારે ફિલ્મ રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ આ ફિલ્મે ધુમ કમાણી કરી છે.  ‘સાહો’માં પ્રભાસ સિવાય શ્રદ્ઘા કપૂર, નીલ નીતિન મુકેશ, જેકી જોફ્ર, મંદિરા બેદી અને ચંકી પાંડે છે. આ ફિલ્મનું ડિરેક્શન સુજીતે કર્યુ છે જ્યારે પ્રોડક્શન વામસી કૃષ્ણા રેડ્ડીએ કર્યુ છે.   

ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી મિક્સ રિવ્યૂઝ મળ્યા હોવા છતાં ‘સાહો’નો જબરજસ્ત ક્રેઝ જાઈ શકાય છે. ડિરેક્ટર સુજીતની આ ફિલ્મે હિંદી વર્ઝનમાં પહેલાં દિવસે 24.40 કરોડની કમાણી કરી હતી.બીજા દિવસે હિંદી વર્ઝનમાં ‘સાહો’એ 25.20 કરોડની કમાણી કરી હતી. આ સાથે ‘સાહો’ ના હિંદી વર્ઝને ભારતમાં 49.60 કરોડની કમાણી કરી છે.

 ફિલ્મ  ‘સાહો’ ચાર અલગ-અલગ ભાષામાં હિંદી, તમિલ, મલયાલમ અને તેલૂગુમાં રિલીઝ કરવામાં આવી છે. રિવ્યૂઝની વાત કરવામાં આવે તો  ‘સાહો’ ની સ્ટોરી ઓડિયન્સને વધારે ગમી તો નથી જ પ્રભાવિત કરી નથી. છતા પણ પ્રભાસની બાહુબલી ઈમેજ ને કારણે લોકો એક વાર તો આ ફિલ્મ નિહાળવા જતા હોય છે ,જેને કારણે જ  ફિલ્મમે માત્ર 4 દિવસમાં  કરોડની કમાણી કરી લીધી છે.અંદાજે આ ફિલ્મે બીજા જ દિવસે 70 કરોડની કમાણી કરી હતી ત્યારે હાલ આ ફિલ્મે 100 કરોડની રેસમાં દોટ મૂકી છે. ફિલ્મના હિન્દી વર્ઝને રવિવારે 29થી30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો આ રીતે કુલ મળીને પ્રથમ વીકેન્ડ પર તેની કમાણી 79-80 કરોડ રૂપિયા રહી છે.

આ ફિલ્મમી જે કમાણી થઈ છે એટલું જોઈને તો ચાક્કસ એમ કહી શકાય કે સાહોની સ્ટોરી ભલે રંગ નથી લાવી પરંતુ પ્રભાસની ફિલ્મ બાહુબલીની જે છાપ છોડી હતી એ છાપ તો રંગ લાવી જ છે, પ્રભાસની એ ઈમેજથી લોકો એક વાર તો આ ફિલ્મ તરફ આકર્ષિત થાય જ છે,દર્શકો પ્રભાસના એક્શન અવતારને પસંદ કરે છે એટલે જ તો રિવ્યૂ મુજબ સ્ટોરીમાં કઈ ખાસ ન હોવા છતા પમ રુપેરી પડદે આ ફિલ્મ ધુમ મચાવી રહી છે.