Site icon Revoi.in

સીબીએસઈ બોર્ડ પરિક્ષામાં સામેલ થનારા તમામ શિક્ષકોને વેક્સિન લગાવવાની તૈયારી

Social Share

દિલ્હી – સીબીએસઈ બોર્ડની આવનારા મહિનાથી શરૂ થનારી 10 અને 12મા ઘોરણની બોર્ડ પરીક્ષામાં ભાગ લેનારા શિક્ષકોને વેક્સિન આપવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારની તાજેતરની મળેલી બેઠકમાં બોર્ડની પરીક્ષાઓ અંગે આ માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે પરીક્ષામાં આવતા શિક્ષકો અને કર્મચારીઓને વેક્સિન આપવાની સરકારની યોજના છે. જો કે, જો કે, આ પ્રસ્તાવ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બેઠકમાં કોરોનાના વધતા સંક્રમણ અને બોર્ડ સહિતની અન્ય પરીક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિતરહેનારા તમામે તમામ શિક્ષકોને વેક્સિન રાઈ  આપવાની દરખાસ્ત હતી. પરંતુ બેઠકમાં કોઈ સર્વસંમતિ થઈ ન હતી.

મળતી માહિતી પ્રમાણએ સરકારે 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનો નિયમ બનાવ્યો છે.તે પ્રમાણે આ પ્રસ્તાવમાં સીબીએસઈ બોર્ડના 45 વર્ષથી વધુ વય જૂથના શિક્ષકોના ડેટા સંગ્રહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, આ વર્ગ હેઠળ કેટલા શિક્ષકોએ કોરોના સંક્રમણથી બચાવવા વેક્સિન આપવામાં આવી છે તે ભાળ મેળવી શકાશે છે.

આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સામેલ થનારા શિક્ષકોનો પણ રિપોર્ટ બનશે,જેમાં શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે તે જોવામાં આવશે. ડેટા એકત્રિત કરવાનો એક ફાયદો એ પણ થશે કે પાછળથી આ શાળાના શિક્ષકોની ફરજ પણ જેઇઇ મેઈન અને એનઇઈટી જેવી રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાગુ કરી શકાય છે.

સાહિન-